અર્થવ્યવસ્થા / મૂડીઝે 2019-20 માટે દેશના GDP ગ્રોથનું અનુમાન 6.2%થી ઘટાડીને 5.8% કર્યું

Moody's estimated GDP growth for the year 2019-20 from 6.2% to 5.8%

  • કહ્યું- ગ્રામીણ વિસ્તારોમાં કેશના ઘટાડા જેવા કારણોથી વપરાશ-રોકાણ પ્રભાવિત
  • ગત સપ્તાહે આરબીઆઈએ પણ ગ્રોથનું અનુમાન 6.9% ઘટાડીને 6.1% કર્યું હતુ

Divyabhaskar.com

Oct 10, 2019, 04:46 PM IST

નવી દિલ્હીઃ અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ઈન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણંકીય વર્ષ(2019-20) માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.2% ઘટાડીને 5.8% કર્યું છે. મૂડીઝે ગુરુવારે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુસ્તી સ્પષ્ટ દેખાઈ રહી છે.

2020-21માં 6.6% ગ્રોથની શકયતાઃ મૂડીઝ

મૂડીઝના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાં કેશની અછત અને રોજગારીની ઓછી તક જેવા કારણોથી વપરાશ અને રોકાણમાં ઘટાડો નોંધાયો છે. મંદીના બીજા પણ કેટલાક કારણો છે. તેમાં ઘરેલું કારણો મુખ્ય છે.

મૂડીઝે 2020-21માં 6.6% અને મધ્યમ ગાળામાં 7% ગ્રોથની શકયતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે અગામી બે વર્ષમાં જીડીપી ગ્રોથ વધુ સારો રહેશે નહિ.

ગત મહિને એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ધ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલોપમેન્ટે પણ 2019-20 માટે જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડવામાં આવ્યું હતું. ગત સપ્તાહે આરબીઆઈએ પણ 6.9%થી ઘટાડીને 6.1% કર્યું હતું.

X
Moody's estimated GDP growth for the year 2019-20 from 6.2% to 5.8%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી