ઓટો / મર્સીડીઝે દશેરા પર 200 કાર્સની ડિલિવરી કરી, મુંબઈમાં રેકોર્ડ 125 કાર્સ વેચાઈ

Mercedes delivers 200 cars to Dasher, records 125 cars sold in Mumbai

  • તેમાં 40 લાખથી 87 લાખ રૂપિયા સુધીની કિંમતવાળી કાર્સ સામેલ
  • કંપનીએ કહ્યું- તહેવારમાં ગ્રાહકોનો ગત વર્ષ જેવો જ ઉત્સાહ

Divyabhaskar.com

Oct 09, 2019, 12:58 PM IST

મુંબઈઃ લક્ઝરી કાર કંપની મર્સીડીઝ બેંજે ફેસ્ટિવલ સિઝનના બુકિંગ અંતર્ગત દશેરાના દિવસે 200 કાર્સની ડિલિવરી કરી હતી. કંપનીએ મંગળવારે આ માહિતી આપી હતી. મર્સિડિઝે જણાવ્યું કે દશેરાના દિવસે મુંબઈમાં રેકોર્ડ 125 અને ગુજરાતમાં 74 કાર્સ વેચાઈ હતી.

જે મોડલ્સનું વેચાણ થયું હતું તેમાં સી, ઈ ક્લાસ સેડાન અને જીએલસી, જીએલઈ જેવી એસયુવી કાર્સ સામેલ છે. મર્સીડીઝની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે સી-કલાસની શરૂઆતની કિંમત 40 લાખ 10 હજાર રૂપિયા છે. ઈ-કલાસની 58 લાખ 80 હજાર, જીએલસીના 52 લાખ 37 હજાર 658 રૂપિયા અને જીએલઈની 86 લાખ 95 હજાર 934 રૂપિયા છે.

ચાલુ ત્રિમાસિકમાં નવી પ્રોડક્ટ લાવવાની યોજના
મર્સીડીઝ બેંજ ઈન્ડિયાના એમડી-સીઈઓ માર્ટિન શ્વેંકનું કહેવું છે કે નવરાત્રી અને દશેરા પર મુંબઈ, ગુજરાત અને કેટલાક બજારોમાં ગ્રાહકોએ ગત વર્ષ જેવો જ ઉત્સાહ દર્શાવ્યો હતો. તે અમારા માટે સકારાત્મક છે. કંપનીનું કહેવું છે કે ચાલુ ત્રિમાસિક સારું રહેશે. આ દરમિયાન નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે.

X
Mercedes delivers 200 cars to Dasher, records 125 cars sold in Mumbai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી