• Home
  • Business
  • Latest News
  • MCLR basic loans are cheaper by 0.05 percent, but deposit rates also decrease from 0.15 percent to 0.75 percent

SBI / MCLR આધારિત લોન 0.05 ટકા સસ્તી, થાપણ દરોમાં પણ 0.15 ટકાથી 0.75 ટકા સુધી ઘટાડો

MCLR basic loans are cheaper by 0.05 percent, but deposit rates also decrease from 0.15 percent to 0.75 percent

  • ધિરાણ અને જમા થાપણને લગતા વ્યાજના નવા દર 10મી નવેમ્બરથી લાગુ થશે

Divyabhaskar.com

Nov 08, 2019, 05:40 PM IST

મુંબઈઃ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તમામ મુદત માટે તેના ધિરાણ આધારિત સિમાંત ખર્ચના દર (MCLR)માં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નવા દરો 10મી નવેમ્બરથી અમલી બનશે. આ ઘટાડા બાદ એક વર્ષ માટે MCLR 8.05 ટકાથી ઘટી 8 ટકા થશે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બેન્કે સતત સાતમી વખત MCLR માં ઘટાડો કર્યો છે. અગાઉ બેન્કે ઓક્ટોબરમાં તેના MCLR માં તમામ મુદત માટે 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.SBI એ બાંધી મુદતની થાપણો (FD) પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે.

અર્થવ્યવસ્થામાં પૂરતા પ્રમાણમાં તરલતાની સ્થિતિને સુનિશ્ચિત કરવા SBI દ્વારા 10મી નવેમ્બર,2019 થી અમલી બને તે રીતે તેના મુદતી થાપણો પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. SBI એ રૂપિયા 2 કરોડ કરતાં ઓછી જમા રકમ પર 1 થી 2 વર્ષની અવધી માટે વ્યાજ દર 6.40 ટકાથી ઘટાડી 6.25 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે સિનિયર સિટીઝન માટે દર 6.90 ટકાથી ઘટાડી 6.75 ટકા કરવામાં આવ્યો છે.

2 કરોડ અથવા વધારે જમા રકમ પર વ્યાજ દર

મુદત વર્તમાન વ્યાજ દર 10મી નવેમ્બરથી વ્યાજ દર
7-45 દિવસ 4.50% 4%
46-179 દિવસ 5.30% 4.75%
180-210 દિવસ 5.70% 5.25%
211 દિવસથી 1 વર્ષ 5.70% 5.25%
1-2 વર્ષ 6% 5.25%
2-3 વર્ષ 6% 5.25%
3-5 વર્ષ 5.75% 5.25%
5-10 વર્ષ 5.75% 5.25%

2 કરોડ અથવા વધારે જમા રકમ પર વ્યાજ દર (વરિષ્ઠ નાગરિકો માટે)

મુદત વર્તમાન વ્યાજ દર 10મી નવેમ્બરથી વ્યાજ દર
7-45 દિવસ 4.80% 4.50%
46-179 દિવસ 5.80% 5.25%
180-210 દિવસ 6.20% 5.75%
211 દિવસ 1 વર્ષ 6.20% 5.75%
1-2 વર્ષ 6.50% 5.75%
2-3 વર્ષ 6.50% 5.75%
3-5 વર્ષ 6.25% 5.75%
5-10 વર્ષ 6.25% 5.75%

રેપો રેટ સાથે જોડાયેલ ધિરાણના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં

MCLR પર આધારિત ધિરાણ મેળવનાર નવા ગ્રાહકોને તાત્કાલિક લાભ મળશે, પરંતુ જૂના ગ્રાહકો માટે વ્યાજ દર લોનની પુનઃનિર્ધારીત તારીખ પર જ બદલાશે.SBI MCLR
ઉપરાંત SBI ના રેપો રેટના આધાર પર ધિરાણ આપે છે. તેની સાથે જોડાયેલ ધિરાણ મેળવનાર તમામ ગ્રાહકોને SBI દ્વારા રેપો રેટ ઘટાડવાથી તાત્કાલિક ફાયદો મળે છે.

X
MCLR basic loans are cheaper by 0.05 percent, but deposit rates also decrease from 0.15 percent to 0.75 percent
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી