ઓટો / મારૂતિની કાર જાન્યુઆરીથી મોંઘી થશે, ખર્ચ વધવાને કારણે કિંમત વધારવી જરૂરી: મારૂતિ

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • કંપનીએ એ જણાવ્યું નથી કે મોડલ મુજબ ભાવમાં કેટલો વધારો થશે
  • મારૂતિનું વેચાણ નવેમ્બરમાં 1.9 ટકા ઘટીને 1 લાખ 50 હજાર 630 યુનિટ રહ્યું


 

Divyabhaskar.com

Dec 03, 2019, 02:53 PM IST

નવી દિલ્હીઃ મારૂતિની કાર અગામી મહિના(જાન્યુઆરી 2020)થી મોંઘી થશે. દેશની સૌથી મોટી કાર કંપનીએ મંગળવારે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં ખર્ચ વધવાને કારણે વાહનોની કિંમતને અસર થઈ છે. હવ એ જરૂરી થઈ ગયું છે કે ગ્રાહકો પર પણ થોડો બોજો નાખવામાં આવે. જોકે કંપનીએ સ્પષ્ટ જણાવ્યું નથી કે મોડલ મુજબ રેટમાં કેટલો વધારો થશે. માત્ર એટલી જ વાત જણાવી છે કે અલગ-અલગ મોડલ્સની કિંમતોમાં વધારો અલગ-અલગ થશે.

મારૂતિનો નફો જુલાઈ-સપ્ટેમ્બરમાં 39 ટકા ઘટાડો

મારૂતિનું વેચાણ નવેમ્બરમાં 1.9 ટકા ઘટીને 1 લાખ 50 હજાર 630 યુનિટ રહ્યું. જુલાઈ-સપ્ટેમ્બરમાં નફો 39.4 ટકા ઘટીને 1358.6 કરોડ રૂપિયા રહ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે. ગત વર્ષે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 2240.4 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. રેવન્યુ 24.3 ટકા ઘટીને 16,985 કરોડ રૂપિયા રહી. કંપનીએ ગત મહિને ત્રિમાસિક પરિણામની જાહેરાત કરી હતી.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી