નિવેદન / કિરણ મજૂમદાર શોએ કહ્યું- અર્થવ્યવસ્થા પર સરકાર નીંદા સાંભળવા માંગતી નથી

કિરણ મજૂમદાર શો
કિરણ મજૂમદાર શો

  • જે જાહેરાતો હાલ થઈ રહી છે તે બજેટમાં પણ થઈ શકી હોત: શો
  • શો પહેલા રાહુલ બજાજે કહ્યું હતું- લોકો સરકારની નીંદા કરતા ડરે છે

Divyabhaskar.com

Dec 02, 2019, 01:04 PM IST

નવી દિલ્હીઃ બાયકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શોએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે સરકાર અર્થવ્યવસ્થાને લઈને થતી ટીકા સાંભળવા માંગતી નથી. આશા છે કે વપરાશ અને ગ્રોથ વધારવાનું સમાધાન શોધવા માટે સરકાર ઈન્ટ્રસ્ટ્રીનો સંપર્ક કરશે.

યુપીએ-2ના સમયે પણ નીતીઓની નીંદા કરી હતીઃ શો

શોના ટ્વિટ પર તેમને સાથે સવાલ-જવાબ પણ થઈ રહ્યાં છે. તેમણે એક યુઝરને જવાબ આપ્યો કે યુપીએ-2ના સમયે પણ તેમણે સરકારની નીંદા કરી હતી. શોનું કહેવું છે કે અમે અર્થવ્યવસ્થાને વધારવા માંગીએ છીએ. જ્યારે નીતીઓ સાથે સહમત થતા નથી ત્યારે પોતાની વાત રજૂ કરીએ છીએ. શું તમને લાગતું નથી કે હાલ જે જાહેરાતો થઈ રહી છે, તે બજેટમાં પણ થઈ શકી હોત.

શોના નિવેદનના એક દિવસ પહેલા ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ કહ્યું હતું કે લોકો સરકારની નીંદા કરવાથી ડરે છે. બજાજના નિવેદન પર પ્રતિક્રિયામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે. કોઈએ પણ ડરવાની જરૂર નથી.

X
કિરણ મજૂમદાર શોકિરણ મજૂમદાર શો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી