જમ્મુ-કાશ્મીર / કાશ્મીરી ખેડૂતો માટે મોદી સરકારનું 8,000 કરોડનું મિશન Apple, હવે પૈસા સીધા જ ખેડૂતોના બેન્કના ખાતામાં આવશે

Modi's mission for Kashmir is coming from Apple, a Rs 8,000 crore scheme

  • આ યોજનાથી 7 લાખ ખેડૂતોને ફાયદો થશે
  • દેશના 70 ટકા સફરજનનું ઉત્પાદન કાશ્મીરમાં જ થાય છે
  • સરકાર  12 લાખ મેટ્રિક ટન સફરજન સીધા જ ખેડૂતો પાસેથી ખરીદશે

Divyabhaskar.com

Sep 10, 2019, 05:04 PM IST

નવી દિલ્હીઃ સફરજનની ખેતી કરનાર ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) સીધી જ જમ્મુ-કાશ્મીરના ખેડૂતો પાસેથી સફરજન ખરીદી કરશે અને બાદમાં(DBT)ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે ખેડૂતો પાસેથી 1 સપ્ટેમ્બર 2019થી લઈને 1 માર્ચ 2020 સુધીમાં સફરજન ખરીદવામાં આવશે. આ 6 મહીના માટે લગભગ 8000 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવી યોજનાની શરૂઆતનો હેતુ ખેડૂતોને સફરજનની સારી કિંમત આપવવાનો છે, જેથી તેમની આવક વધી શકે. આ યોજનાથી 7 લાખ ખેડૂતોને ફાયદો થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે દેશના 70 ટકા સફરજનનું ઉત્પાદન કાશ્મીરમાં જ થાય છે.

આ સ્કીમથી ઘાટીના ખેડૂતોની ઈન્કમ લગભગ 2000 કરોડ રૂપિયા સુધી વધશે

  • સોમવારે ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણયમે કાશ્મીર ડિવિઝનના ડેપ્યુટી કમિશનર સહિત ઘણાં મોટા અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્પેશ્યલ માર્કેટ ઈન્ટરવેન્શન પ્રાઈસ સ્કીમ(MISP)ને લાગુ કરવા બાબતે વાત કરવામાં આવી હતી.
  • આ સ્કીમના કારણે સીધો જ ખેડૂતોને લાભ થશે, માંગ વધશે અને સફરજનનો સપ્લાય પણ થશે. મહત્વની વાત એ છે કે હવે પૈસા સીધા જ ખેડૂતોના ખેતરમાં જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્કીમથી ઘાટીના ખેડૂતોની ઈન્કમ લગભગ 2000 કરોડ રૂપિયા સુધી વધશે.
  • પ્રારંભિક તબક્કે ખેડૂતો પાસેથી 1 સપ્ટેમ્બર 2019થી લઈને 1 માર્ચ 2020 સુધીમાં સફરજન ખરીદવામાં આવશે. આ 6 મહીના માટે લગભગ 8000 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રના કૃષિ મંત્રાલય અને NAFED દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો હેતુ ઘાટીના ખેડૂતોને પ્રોત્સાહીત કરવાનો છે.
  • કેન્દ્રના દ્વારા લાગુ કરવામાં આવી રહેલી આ યોજના અંતર્ગત બારામૂલા, શ્રીનગર, શોપિયાં અને અનંતનાગના બજારોમાંથી સફરજન ખરીદવામાં આવશે અને ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં આવશે. સરકાર તરફથી સફરજનના ભાવો પણ નક્કી કરવામાં આવશે. આ અંતર્ગત સફરજનને A,B અને C ગ્રેડમાં વહેંચવામાં આવશે.

આ યોજના અંતર્ગત બીજી કઈ-કઈ સુવિધા છે ?

1. કેન્દ્ર દ્વારા આ સિઝનમાં સફરજનનું વેચાણ વધારવા માટે નવી યોજના લાગુ કરવામાં આવી રહી છે.
2. સરકારી એજન્સીઓની સાથે મળીને NAFED આ સ્કીમની સમગ્ર પ્રક્રિયાને 15 ડિસેમ્બર, 2019 સુધી પુરી કરવામાં આવશે.
3.આ સ્કીમ અંતર્ગત ડાયરેક્ટ જ ખેડૂતો પાસેથી કે બજારમાંથી સફજન લેવામાં આવશે.
4. રાજય સરકાર દ્વારા ખેડૂતોના બેન્ક ખાતાની માહિતી આપવામાં આવશે, જેથી સફરજનની કિંમત તેમના ખાતામાં પહોંચાડી શકાશે
5. સફરજનને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવશે, જેમાં કાશ્મીરી સફરજનને A,B અને Cમાં વહેંચવામાં આવશે. શરૂઆતમાં શોપિયા, સોપોર અને શ્રીનગરના બજારોમાંથી સફરજન ખરીદવામાં આવશે.
6. કેટેગરી પ્રમાણે સફરજના ભાવ એક કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે.
7. ક્વોલિટી કમિટી સફરજનને શ્રેણીમાં વહેંચવાનું કામ કરશે.
8. આ કમિટીઓનું નેતૃત્વ ચીફ સેક્રેટરી કરશે.
9. કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ એક સાથે મળીને આ યોજનાને લાગુ કરવાનું કામ કરશે.

X
Modi's mission for Kashmir is coming from Apple, a Rs 8,000 crore scheme
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી