ડીલ / KRASને રાફેલ તરફથી બરાક-8 મિસાઈલ કીટ બનાવવાનો રૂ. 700 કરોડનો ઓર્ડર મળ્યો

  • આ કીટ ભારત સરકારની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની ભારત ડાયનામિક્સને સપ્લાય થશે
  • કંપની દ્વારા ચાર વર્ષ દરમિયાન આ ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે

Divyabhaskar.com

Jul 12, 2019, 06:16 PM IST

અમદાવાદ: ઇઝરાયેલની રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારતની કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડની સંયુક્ત સાહસ કંપની કલ્યાણી રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, ઇન્ડિયા (KRAS)ને તેના ઓવરસિસ પાર્ટનર રાફેલ તરફથી 1,000 બરાક-8 MR-SAM મિસાઇલની કિટનું ઉત્પાદન કરવા માટે 100 મિલિયન ડોલર (અંદાજે રૂ. 700 કરોડ)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કીટ ભારત સરકારની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની ભારત ડાયનામિક્સ લીમીટેડને સપ્લાય કરવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ મિસાઈલ કીટનું ઉત્પાદન આગામી જાન્યુઆરીથી શરુ કરવમાં આવશે અને ચાર વર્ષ દરમિયાન આ ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે.

હૈદરાબાદમાં બીજુ યુનિટ શરુ કરવાની યોજના
આ પ્રસંગે કલ્યાણી ગ્રૂપનાં ચેરમેન બાબા કલ્યાણીએ કહ્યું હતું કે, સૌથી મોટા સીધા વિદેશી રોકાણ મેળવનાર પ્રથમ ભારતીય ખાનગી સંરક્ષણ ક્ષેત્ર કંપની તરીકે અમે હૈદરાબાદમાં વિસ્તરણ કરવાનું વિચારી રહ્યા છીએ. KRAS 100 એકરમાં ઈન્ટીગ્રેશન અને ઇન્ડીજીનાઈઝેશન માટે બીજા યુનિટ માટે તેલંગાના સરકાર સાથે વાત શરુ કરી છે. KRAS 2023 સુધીમાં એનાં કર્મચારીઓની સંખ્યા વધારીને 300 ટેકનિકલ નિષ્ણાતો કરશે એવી અપેક્ષા છે.

મેક-ઇન-ઇન્ડિયા પહેલ દ્વારા દેશમાં 250 મિલિયન ડોલરથી વધારેનું રોકાણ થશે
રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ ભારતનાં સંરક્ષણ ઉદ્યોગો સાથે જોડાણનો બહોળો અનુભવ ધરાવે છે, જેનાં પરિણામે વિવિધ સંયુક્ત સાહસો, પેટાકંપનીઓ તેમજ લાભદાયક માહિતીની વહેંચણી થઈ છે. જેમાં મેક-ઇન-ઇન્ડિયા પહેલ દ્વારા દેશમાં 250 મિલિયન ડોલરથી વધારેનું રોકાણ થશે. રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ વચ્ચેનું 49:51 રોકાણ ધરાવતું સહિયારું સાહસ છે, જેમાં ભારતીય પાર્ટનર 51 ટકા હિસ્સો ધરાવે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી