શેરબજાર / સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 560 અંક ઘટીને 38,337 પર, નિફ્ટી 11,419 પર બંધ

July 19 Share Market, Trade BSE, Nifty, Sensex Live News Updates

  • ઓટો શેરમાં વેચવાલીનું દબાણ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 4.4% ઘટ્યો
  • આરબીએલ બેન્કના શેરમાં 14 ટકા ઘટાડો, બજાજ ફાઈનાન્સમાં 4 ટકા નુકસાન

Divyabhaskar.com

Jul 19, 2019, 05:12 PM IST

મુંબઈઃ શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે મોટા નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 560.45 અંક ઘટીને 38,337.01 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન તે 38,271.35 સુધી ઘટ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 177.46 અંક નીચે 11419.25 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 11,399.90ના નીચેના સ્તરે પહોંચ્યો હતો.

કારોબારિઓના જણાવ્યા પ્રમાણે કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા રહેવા અને અર્થવ્યવસ્થા ધીમી થવાના રિપોર્ટના કારણે વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે કહ્યું હતું કે વિદેશી રોકાણકાર ટેક્સ પર વધેલા સરચાર્જમાંથી મુક્તિ ઈચ્છે છે તો કંપની તરીકે રજિસ્ટ્રેશન કરીને રોકાણ કરી શકે છે. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે આ કારણથી પણ બજારના સેન્ટીમેન્ટ બગડ્યા છે.

સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 43 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. એનએસઈ પર તમામ 11 સેકટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ 3.31 ટકા ઘટ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 લુઝર​​​​​​​

શેર ઘટાડો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.39%
બજાજ ફાઈનાન્સ 4.20%
બજાજ ફિનસર્વ 3.87%
આયશર મોટર્સ 3.84%
ઈન્ડસઈન્ડ બેન્ક 3.56%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
એનટીપીસી 2.20%
ટાઈટન 1.01%
કોલ ઈન્ડિયા 0.82%
ટીસીએસ 0.68%
પાવર ગ્રિડ 0.51%
X
July 19 Share Market, Trade BSE, Nifty, Sensex Live News Updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી