તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Modi Will Not Meet Amazon Founder Jeff Bejos, Bezos Newspaper Newspaper Washington Post Condemns The Government

મોદી અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસને નહિ મળે, બેઝોસના ન્યુઝ પેપર વોશિંગ્ટન પોસ્ટે સરકારની નીંદા કરી હતી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઝોસના ભારત પ્રવાસનો આજે છેલ્લો દિવસ, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો હતો
  • બેઝોસે મંગળવારે ભારતની પ્રશંસા કરી, મેક ઈન ઈન્ડિયાને પણ સપોર્ટ કર્યો; જોકે મોદીને સમય ન મળ્યો
  • બેઝોસ વિશ્વના સૌથી મોટા અમીર, તેમની નેટવર્થ 8.30 લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના ફાઉન્ડર-CEO જેફ બેઝોસના ભારત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ન્યુઝ એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઝોસને મળશે નહિ. તેની પાછળ બે કારણ હોઈ શકે છે. એક કારણ એ છે કે કોમ્પિટિશન કમીશન ઓફ ઈન્ડિયા(CCIE) એમેઝોનની વિરુદ્ધ તપાસ કરી રહ્યાં છે. બીજુ અને મુખ્ય કારણ એ છે કે બેજોસનું ન્યુઝ પેપર વોશિંગ્ટન પોસ્ટનું વલણ મોદી સરકાર પ્રત્યે આલોચનાત્મક રહ્યું છે. 

વોશિંગ્ટન પોસ્ટે મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડ મળવાની નીંદા કરી હતી
બેઝોસે મોદીને મળવાનો સમય માંગ્યો હતો. બેઝોસે બુધવારે ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 21મી સદી ભારતની હશે. તેમણે 7,100 કરોડ રૂપિયાના નવા રોકાણ અને 71 હજાર કરોડ રૂપિયાના મેક ઈન ઈન્ડિયા પ્રોડકટ્સ એક્સપોર્ટ કરવાની જાહેરાત પણ કરી હતી. જોકે વડાપ્રધાન તરફથી મીટિંગ ફિક્સ થવાના સંકેત મળ્યા નથી. બેઝોસનું ન્યુઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અત્યાર સુધી મોદી સરકારની નવી નીતિઓની નીંદા કરી ચૂકયું છે. 370 હટાવવાના નિર્ણય બાદ ન્યુઝ પેપરે સમાચાર અને વિચારો પર આધારિત આર્ટિકલની સીરિઝ પ્રકાશિત કરી હતી. તેમાં મોદીને બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવેલા ગ્લોબલ ગોલકીપર એવોર્ડ મળવાની વાતની પણ નીંદા કરવામાં આવી હતી.

CAA પર પણ આલોચનાત્મક લેખ પ્રકાશિત કર્યો હતો
ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં જ ભારતીય પત્રકારો- બરખા દત અને રાણા અય્યુબના વિચારો પણ પ્રકાશિત કર્યા હતા. ન્યુઝપેપરે 13 ડિસેમ્બરે એક આર્ટિકલ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક હતું- ભારતનો નવો કાયદો લાખો મુસ્લિમોની નાગરિકતા છીનવી શકે છે. નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના સંદર્ભમાં છપાયેલા આ લેખ પર સરકાર સાથે જોડાયેલા ઘણા લોકોએ કહ્યું હતું કે આ ભ્રમ ફેલાવનાર  છે અને ખોટા હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

ભાજપ નેતાએ કહ્યું- વિશ્વએ શરતો માનવી પડશે 
બેઝોસ આજે મુંબઈમાં કારોબાર જગતના લોકોને મળશે. સાંજે બોલિવુડના ઈવેન્ટમાં સામેલ થઈ શકે છે. એવામાં મોદી સાથે મુલાકાત થવાની શકયતા દેખાઈ રહી નથી. ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે ભાજપના એક જનરલ સેક્રેટરીને બેઝોસને સમય ન આપવાનું કારણ પુછયું તો તેમણે આ અંગે કઈ જ કહેવાથી ઈન્કાર કર્યો હતો. જોકે તેમણે કહ્યું કે બીજા કાર્યકાળમાં સરકારનું વલણ પહેલા જેવું નથી, વિશ્વએ શરતો માનવી પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો