જમ્મુ અને કાશ્મીરમાં રોકાણકારોને આકર્ષવા માટે પહેલી વાર ગ્લોબલ સમિટ યોજાશે, 2000થી વધુ રોકાણકારોને આમંત્રણ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબરમાં ત્રણ દિવસ માટે આ સમિટનું આયોજન

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાતા તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે તેવા સમયે રાજ્યમાં રોકાણકારોને આકર્ષવા માટે પહેલી વાર વાઈબ્રન્ટ ગુજરાત જેવી એક ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. એક ન્યુઝ એજન્સીના સમાચાર પ્રમાણે 12થી 14 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ માટે યોજાનારી આ સમિટનું ઉદ્ઘાટન શ્રીનગરમાં થશે. જમ્મુ કાશ્મીરના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી એન.કે. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં રોકાણને આકર્ષવા માટે એક ગ્લોબલ બિઝનેસ સમિટ યોજવાનું આયોજન કરવા જી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરમાં આવી સમિટનું આયોજન કરવું એ નવી રચાયેલી કેન્દ્ર શાસિત ક્ષેત્રની સંભાવના બતાવવાની તક હોઈ બની શકે છે. 
સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં પણ મુકેશ અંબાણીએ પણ જમ્મુ કાશ્મીરમાં રોકાણ કરવા માટેનું વચન આપ્યું હતું. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કાર્ય બાદ મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી અને રિલાયન્સ આ માટે એક તસ્ક ફોર્સ પણ બનાવશે. રિલાયન્સ સિવાય અમુલ અને લેમન ટ્રી જેવી કંપનીઓએ પણ રાજ્યમાં રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી છે.
રોકાણકારોના માટે આ સમિટમાં પર્યટન જેવા ક્ષેત્ર માટે બહોળી તકો ઉભી કરશે. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, હોસ્પિટાલિટી જેવા બિઝનેસ પણ આકર્ષી શકે છે. દેશના અન્ય ભાગોની તુલનામાં જમ્મુ અને કાશ્મીરમાં રિઅલ એસ્ટેટના ભાવ ઘણા જ નીચા છે પરંતુ આ ક્ષેત્રે હજુ મોટું રોકાણ તાત્કાલિક આવે તેવી સંભાવના ઓછી છે.

2000થી વધુ રોકાણકારોને આમંત્રણ અપાશે
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370માં કરાયેલા પરિવર્તન પછી ત્યાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક રોકાણ આવે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. કેન્દ્ર સરકાર સીઆઈઆઈ સાથે મળીને આગામી તા. 12થી 14 ઓક્ટોબર દરમિયાન ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરી રહી છે.  આ માટે રોકાણકારોને આકર્ષવા દુબઈ, લંડન, નેધરલેન્ડ, સિંગાપુર અને મલેશિયામાં રોડ શો કરાશે. આ ઉપરાંત દેશમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, કોલકાત્તા, અમદાવાદમાં રાષ્ટ્રીય સ્તરના રોડ શો યોજાશે. આ સમિટનું ઉદઘાટન 12 ઓક્ટોબરે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થશે. જ્યારે તેનું સમાપન 14 ઓક્ટોબરે જમ્મુ યુનિવર્સિટી ખાતે થશે. આ ઉપરાંત કટરા અને અન્ય સ્થળે પણ વર્કશોપ અને સેમિનાર યોજવામાં આવશે. 
 

અન્ય સમાચારો પણ છે...