રિપોર્ટ / જાલાન કમિટીએ RBIનું સરપ્લસ ફન્ડ 3-5 વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરવાની ભલામણ કરી

Jalan committee recommends funds transfer to government in 3-5 years: Report

  • આરબીઆઈના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં ગત ડિસેમ્બરમાં કમિટી બનાવવામાં આવી હતી
  • આરબીઆઈના રિઝર્વ ફન્ડમાંથી સરકારને કેટલી રકમ મળવી જોઈએ, તે નક્કી કરવા માટે સિમિતિ બનાવવામાં આવી હતી

Divyabhaskar.com

Jul 17, 2019, 05:16 PM IST

નવી દિલ્હીઃ બિમલ જાલાન કમેટીએ આરબીઆઈની કેપિટલ રિઝર્વ પર ફાઈનલ રિપોર્ટ તૈયાર કરી લીધો છે. બુધવારે કમિટીની છેલ્લી મીટિંગ થઈ છે. ન્યુઝ એજન્સીએ જણાવ્યું છે કે 3-5 વર્ષની અંદર અલગ-અલગ હિસ્સામાં સરકારને સરપ્લ ફન્ડ ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. કમિટીએ કેટલી રકમની ભલામણ કરી છે તે જાણવા મળ્યું નથી.

આરબીઆઈએ તેના રિઝર્વ ફન્ડમાં કેટલા પૈસા રાખવા જોઈએ અને સરકારને કેટલી રકમ ડિવિડન્ડના રૂપમાં આપવી જોઈએ, એ નક્કી કરવા માટે રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં 26 ડિસેમ્બર 2018એ 6 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી.

કેશ સરપ્લસના મુદ્દા પર કેન્દ્રીય બેન્ક અને સરકાર વચ્ચેના વિવાદના કારણે આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજીનામુ આપ્યું હતું. આરબીઆઈના ફન્ડમાં 9.6 લાખ કરોડ રૂપિયા છે. તે આરબીઆઈની કુલ એસેટના 28 ટકા છે. સરકારનું કહેવું હતું કે બીજા મોટા દેશોમાં કેન્દ્રીય બેન્ક તેમની એસેટના 14 ટકા રિઝર્વ ફન્ડમાં રાખે છે.

X
Jalan committee recommends funds transfer to government in 3-5 years: Report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી