એપ્રિલ-જૂન / ઈન્ફોસિસનો નફો 5% અને રેવન્યુ 14% વધી, સમગ્ર નાણાંકીય વર્ષ માટે રેવન્યુ ગાઈડન્સ વધાર્યું

Infosys profit up 5% and revenue rises 14%, revenue guidance increases for the entire financial year

  • નફો 3 હજાર 802 કરોડ રૂપિયા અને રેવન્યુ 21 હજાર 803 કરોડ રહી
  • 2018-19 માટે રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ 7.5-9.5 ટકાથી વધારીને 8.8-10 ટકા કર્યું 

Divyabhaskar.com

Jul 12, 2019, 07:00 PM IST

બેંગલુરુઃ દેશની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 3,802 કરોડ રૂપિયાનો નફો થયો છે. તે 2018ના જૂન ત્રિમાસિકના નફાથી 5.2 ટકા વધુ છે. તે સમયે 3,612 કરોડ રૂપિયાનો લાભ થયો હતો. જોકે ત્રિમાસિકના આધાર પર ઈન્ફોસિસના નફામાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં 4,078 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. રેવન્યુ 13.9 ટકા વધીને 21,803 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષે જૂન ત્રિમાસિકમાં તે 19,128 કરોડ રૂપિયા હતી. જયારે આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં 21,539 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીએ સમગ્ર નાણાંકીય વર્ષ માટે કુલ રેવન્યુ ગ્રોથ ઈન્ડેક્સ વધારીને 8.5-10 ટકા કરી દીધી છે. એપ્રિલમાં 7.5-9.5 ટકાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

ડિજિટલ રેવન્યુ ગ્રોથ 41.9 ટકા રહ્યો

નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિકના પરિણામ જાહેર કરતા ઈન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખે કહ્યું કે અમે ફાઈનાન્શિયલ વર્ષની સારી શરૂઆત કરી છે. કોન્સટન્ટ કરન્સી ગ્રોથ 12.4 ટકા અને ડિજિટલ રેવન્યુ ગ્રોથ 41.9 ટકા રહ્યો છે. ગ્રાહકો સતત ફોકસ અને રોકાણ કરતા રહ્યાં હોવાને કારણે આ શકય બન્યુ છે. કંપનીનો ડોલરમાં નફો 54.6 કરોડ ડોલર અને રેવન્યુ 3.13 અબજ ડોલર રહી છે. 2018ના જૂન ત્રિમાસિકમાં તે ક્રમશઃ 53.4 કરોડ ડોલર અને 2.83 અબજ ડોલર હતી.

ઈન્ફોસિસના શેરમાં 1 ટકા વધારો

ઈન્ફોસિસે શેરબજાર બંધ થયા બાદ પરિણામ જાહેર કર્યા. શુક્રવારે કંપનીનો શેર બીએસઈ પર 0.87 ટકા વધારા સાથે 727.10 રૂપિયા પર અને એનએસઈ પર 1.19 ટકા વધીને 730.05 રૂપિયા પર બંધ થયો હતો.

X
Infosys profit up 5% and revenue rises 14%, revenue guidance increases for the entire financial year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી