ઈન્ફોસિસ / ચેરમેન નંદન નીલેકણિએ કહ્યું- કંપનીના નાણાંકીય આંકડાઓને ભગવાન પણ ન બદલી શકે

નંદન નીલેકણિ.
નંદન નીલેકણિ.

  • કંપનીના CEO, CFO પર નફો વધારવા માટે અનૈતિક રીત અપનાવવાનો આરોપ લાગ્યો છે
  • નીલેકણિએ કહ્યું- ફરિયાદ પાછળ કો-ફાઉન્ડર્સનો હાથ હોવાની અટકળો ખોટી 

Divyabhaskar.com

Nov 06, 2019, 06:09 PM IST

બેંગલુરુઃ આઈટી કંપની ઈન્ફોસિસએ બુધવારે કહ્યું કે વ્હીસલબ્લોઅરની ફરિયાદોમાં કંપનીના કો-ફાઉન્ડર્સ અને પૂર્વ કર્મચારીઓ સંડોવાયેલા હોવાની અટકળો લગાવવી તે કેટલાક લોકોના ખરાબ વિચારનું પરિણામ છે. કંપનીના ચેરમેન નંદન નીલેકણિએ કહ્યું- એવું લાગે છે કે સૈથી ટોચના અને સન્માનિત વ્યક્તિઓની છબી ખરાબ કરવા માટે આમ કરવામાં આવ્યું. હું કંપનીના તમામ કો-ફાઉન્ડરના યોગદાનનું ખૂબ જ સન્માન કરું છું. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, નીલેકણિએ નાણાંકીય આંકડાઓમાં ફેરફારની કોશિશોના આરોપમાં કહ્યું કે કંપનીના પરિણામોને ભગવાન પણ ન બદલી શકે.

વ્હીસલબ્લોઅરના આરોપની તપાસ લો ફર્મ કરી રહી છેઃ નીલકણિ

નીલેકણિએ કહ્યું કે ઈન્ફોસિસના કો-ફાઉન્ડર્સે નિસ્વાર્થ વિચાર રાખીને કામ કર્યું. તે લાંબા સમય સુધી કંપીની સફળતા માટે પ્રતિબદ્ધ રહ્યાં. એક લો ફર્મ વ્હીસલબ્લોઅરના આરોપની સ્વતંત્ર તપાસ કરી રહ્યું છે. તેનું પરિણામ યોગ્ય સમયે તમામ સબંધિત પક્ષોને જણાવવામાં આવશે.

ઈન્ફોસિસે 21 ઓક્ટોબરે જણાવ્યું હતું કે સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નિલંજન રોય પર અજ્ઞાત કર્મચારીઓએ એકાઉન્ટિંગમાં અનૈતિક રીત અપનાવવાનો આરોપ લગાવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે. આરોપોના જણાવ્યા મુજબ પારેખ અને રોયે કંપનીની રેવન્યુ અને નફો વધારવા માટે ખોટી રીતો અપનાવી હતી. કંપનીએ ગત સોમવારે કહ્યું હતું કે વ્હીસલબ્લોઅરના આરોપના સમર્થનમાં અત્યાર સુધીમાં કોઈ સબુત મળ્યું નથી.

ઈન્ફોસિસના શેરમાં 2.4 ટકા તેજી

બીએસઈ પર શેર 2.37 ટકા વધારા સાથે 712.30 રૂપિયા પર બંધ થયો. એનએસઈ પર તે 2.36 ટકા વધી 712.50 રૂપિયાએ બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં બંને એક્સચેન્જ પર 721.50 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

X
નંદન નીલેકણિ.નંદન નીલેકણિ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી