વિવાદ / ઈન્ફોસિસના CEO સલિલ પારેખે આરોપો બાબતે પ્રતિક્રિયા આપી

Infosys CEO Salil Parekh reacted to the allegations

  • છેલ્લા બે વર્ષથી તે કંપનીમાં નિષ્ઠાથી કાર્ય કરી રહ્યાં છેઃ સલિલ પારેખ
  • કંપનીમાં બિઝનેસ ટ્રન્સફોર્મેશન(પરિવર્તન લાવવા)ની દિશામાં પણ કાર્ય કર્યું
  • વ્હીસલબ્લોઅરના આરોપની તપાસ લો ફર્મ કરી રહી છેઃ નીલકણિ

Divyabhaskar.com

Nov 07, 2019, 01:36 PM IST

બેંગલુરુઃ ઈન્ફોસિસના CEO(ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) સલિલ પારેખ પર વ્હીસલબ્લોઅરે પત્ર લખીને વિવિધ પ્રકારના આરોપ લગાવ્યા છે, ત્યારે બુધવારે પ્રથમ વખત પારેખે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ અંગે એક એનાલિસ્ટ કોલ પર પ્રતિક્રાયા આપતા કંપનીના સીઈઓ સલીલ પારેેખે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તે કંપનીમાં નિષ્ઠાથી કાર્ય કરી રહ્યાં છે. આ વર્ષો દરમિયાન તેમણે કંપનીમાં બિઝનેસ ટ્રન્સફોર્મેશન(પરિવર્તન લાવવા)ની દિશામાં પણ કાર્ય કર્યું છે. જેમણે મારી સાથે કામ કર્યું છે તેમને ખ્યાલ છે કે હું કઈ રીતે બધાને સાથે રાખીને કામ કરું છું અને કોઈ પણ પ્રકારના વિભાજનને સાથ આપતો નથી. તેમણે કર્મચારીઓનો વ્યક્તિગત મેસેજ મોકલવા બદલ પણ આભાર માન્યો હતો. સમગ્ર મામલામાં ઓડિટ કમિટીએ શરૂ કરેલી સ્વતંત્ર તપાસ બાબતે પણ તેમણે આદર વ્યક્ત કર્યો હતો.

આઈટી કંપની ઈન્ફોસિસએ બુધવારે કહ્યું હતું કે વ્હીસલબ્લોઅરની ફરિયાદોમાં કંપનીના કો-ફાઉન્ડર્સ અને પૂર્વ કર્મચારીઓ સંડોવાયેલા હોવાની અટકળો લગાવવી તે કેટલાક લોકોના ખરાબ વિચારનું પરિણામ છે. કંપનીના ચેરમેન નંદન નીલેકણિએ કહ્યું- એવું લાગે છે કે સૈથી ટોચના અને સન્માનિત વ્યક્તિઓની છબી ખરાબ કરવા માટે આમ કરવામાં આવ્યું. હું કંપનીના તમામ કો-ફાઉન્ડરના યોગદાનનું ખૂબ જ સન્માન કરું છું. નીલેકણિએ નાણાંકીય આંકડાઓમાં ફેરફારની કોશિશોના આરોપ બાબતે કહ્યું હતું કે કંપનીના પરિણામોને ભગવાન પણ ન બદલી શકે.

વ્હીસલબ્લોઅરના આરોપની તપાસ લો ફર્મ કરી રહી છેઃ નીલકણિ

નીલેકણિએ કહ્યું હતું કે ઈન્ફોસિસના કો-ફાઉન્ડર્સે નિસ્વાર્થ વિચાર રાખીને કામ કર્યું. તે લાંબા સમય સુધી કંપીની સફળતા માટે પ્રતિબદ્ધ રહ્યાં. એક લો ફર્મ વ્હીસલબ્લોઅરના આરોપની સ્વતંત્ર તપાસ કરી રહ્યું છે. તેનું પરિણામ યોગ્ય સમયે તમામ સબંધિત પક્ષોને જણાવવામાં આવશે.

ઈન્ફોસિસે 21 ઓક્ટોબરે જણાવ્યું હતું કે સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નિલંજન રોય પર અજ્ઞાત કર્મચારીઓએ એકાઉન્ટિંગમાં અનૈતિક રીત અપનાવવાનો આરોપ લગાવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે. આરોપોના જણાવ્યા મુજબ પારેખ અને રોયે કંપનીની રેવન્યુ અને નફો વધારવા માટે ખોટી રીતો અપનાવી હતી. કંપનીએ ગત સોમવારે કહ્યું હતું કે વ્હીસલબ્લોઅરના આરોપના સમર્થનમાં અત્યાર સુધીમાં કોઈ સબુત મળ્યું નથી.

X
Infosys CEO Salil Parekh reacted to the allegations

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી