પ્રદૂષણ / બહાર કરતાં ઘરની અંદરની હવા વધુ ખરાબ હોય છે, દેશમાં સૌપ્રથમ અમદાવાદ અને ગાંધીનગરમાં સર્વે થયો

Indoor air quality is worse than outside in Ahmedabad and Gandhinagar
X
Indoor air quality is worse than outside in Ahmedabad and Gandhinagar

  • હોસ્પિટલ્સ, મોલ, ઓફિસીસ અને થિયેટર્સની અંદર પણ હવાનું પ્રદૂષણ સામાન્ય કરતાં વધુ ખરાબ
  • ઇન્ડોર એર ક્વોલિટી ઇન્ડેક્સ 50-70 પોઈન્ટનો હોવી જોઈએ તેની સામે 100થી વધુ આવ્યો

Divyabhaskar.com

Jan 11, 2020, 04:50 PM IST
બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: જો તમે એવું વિચારી રહ્યા હો કે ઘર કરતાં બહારની હવા વધુ પ્રદુષિત છે અને તમે ઘરની અંદર રહીને વધુ સુરક્ષિત અનુભવો છો, તો તમારો આ ખ્યાલ હવે બદલાવો પડશે. ઇન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફ્રીજરેટિંગ એન્ડ એરકન્ડીંશનિંગ એન્જીન્યર્સ (ઈશરે)ની સ્ટુડન્ટ વિંગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઇન્ડોર એર ક્વોલિટી જાણવા માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેના પ્રાથમિક તારણો મુજબ બહારની હવા કરતાં અંદરની હવા વધુ પ્રદુષિત છે. અંગે વાત કરતાં ઈશરેના 13મી કોન્ફ્લુઅન્સના ચેરમેન પંકજ ધારકરે જણાવ્યું કે, બહાર કરતા ઘર કે કામ કરવાની જગ્યા અને જાહેર સ્થળો પરની હવાનું સ્તર ખુબા જ જોખમી સ્તરે જોવા મળ્યું હતું. ઇન્ડોર એર ક્વોલિટી ઇન્ડેક્સ 50-70 પોઈન્ટનો હોવી જોઈએ તેની સામે 100થી વધુ આવ્યો હતો જે ખરાબ બાબત છે. આ સર્વેના તમામ પરિણામો રેફ્રીજરેટિંગ એન્ડ એરકન્ડીંશનિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સમક્ષ મુકવામાં આવશે અને તેના ઉપર આગામી 17 અને 18 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં ઈનડોર એર ક્વોલિટી (IAQ) વિષય ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

દેશમાં પહેલીવાર ઇન્ડોર એર ક્વોલિટી સર્વે ગુજરાતમાં થયો

ઈશરેમાં લર્નિંગના વાઈસ પ્રેસિડેન્ટ યોગેશ ઠક્કરે જણાવ્યું કે, ભારત પાસે ઈનડોર એર ક્વોલિટી અંગે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ નથી, પણ સમારંભના એક હિસ્સા તરીકે અમે એન્જીન્યરીંગ કોલેજોના સ્ટુડન્ટસ ચેપ્ટર્સ અને ઈશરેના યુવા એન્જીન્યરોની સહાયથી આ ડેટા એકત્ર કરવાનો જંગી પ્રયાસ હાથ ધર્યો છે. દેશમાં પહેલીવાર ઇન્ડોર એર ક્વોલિટી સર્વે ગુજરાતમાં થયો છે. આ સર્વે ગાંધીનગર અને અમદાવાદની 251 જેટલી રહેણાંક, કોમર્શિયલ, હોસ્પિટલ્સ, મોલ, ઓફિસીસ અને થિયેટર્સ બિલ્ડિંગ્સમાં કરવામાં આવ્યો હતો.

2. દેશના અન્ય ભાગોમાં પણ સર્વે કરવામાં આવશે

ઈશરે કોન્ફ્લુઅન્સના ચેરમેન કમલેશ મહેતાએ જણાવ્યું કે, આ પ્રોગ્રામની સફળતાને આધારે ઈશરે તેનાં 42 ચેપ્ટર્સ અને 12,000થી વધુ સ્ટુડન્ટ મેમ્બર્સ મારફતે સમગ્ર દેશમાં આ ડેટા રેકોર્ડ કરશે. મને વિશ્વાસ છે કે આ ડેટા આંખ ઉઘાડનારો બની રહેશે અને ભવિષ્યમાં નીતિ ઘડનાર  અને ડિઝાઈનર સમુદાય માટે સાચા ઈજનેરી ઉપાયો હાથ ધરવા માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.

3. BIS સાથે એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ બનાવવા ચાલતી વાત

પંકજ ધારકરે જણાવ્યું કે, એર ક્વોલિટીના સ્ટાન્ડર્ડ બનાવવા માટે ઈશરે દ્વારા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સાથે વાતચીત શરુ કરવામાં આવી છે અને આના ઉપર ટૂંક સમયમાં નિર્ણય પણ લેવાય તેવી સંભાવના છે. આમાં મુખ્યત્વે એરકન્ડીંશન અને એર પ્યુરીફાયરમાં ફિલ્ટરેશન અને ટેક્નોલોજીને લગતા સ્ટાન્ડર્ડ ફિક્સ કરવામાં આવશે.

4. વૈશ્વિક નિષ્ણાતો હવાની ક્વોલિટી સુધારવા અંગે ચર્ચા કરશે

પંકજ ધારકર જણાવે છે કે, અમેરિકા, કેનેડા, ડેનમાર્ક, ચીન અને ભારતના નિષ્ણાત વકતાઓ આ કોન્ફ્લુઅન્સમાં સામેલ થશે અને ચર્ચા કરશે કે કથળતી જતી હવાની ગુણવત્તાની સમસ્યા  કેવી રીતે નિવારી શકાય. IAQA (ઈનડોર એર ક્વોલિટી એસોસિએશન (Inc.)) IEQ GA (ઈનડોર એનવાયરોમેન્ટલ ક્વોલિટી- ગ્લોબલ એલાયન્સ)ના પ્રેસીડેન્ટસ અને ડિરેકટર્સ પણ આ સમારંભમાં પ્રવચન આપશે. આ સમારંભને વિશ્વની 12 અલગ અલગ એન્જીન્યરીંગ અને આર્કિટેક્ચરલ સોસાયટીઝનો સહયોગ પ્રાપ્ત થયો છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી