એવિએશન / ઈન્ડિગો એરલાઈન અને કતાર એરવેઝે કોડ શેર એગ્રીમેન્ટની જાહેરાત કરી

Indigo, Qatar Announcement News Updates; Qatar Airways IndiGo Airline Codeshare Agreement

  • કતાર એરવેઝ ઈન્ડિગોથી દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદની ઉડાનો પર કોડ શેર કરશે
  • તેનાથી કતાર એરવેઝના મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટમાં સુવિધા મળશે, ઈન્ડિંગોનું ટ્રાફિક વધશે 

Divyabhaskar.com

Nov 07, 2019, 05:04 PM IST

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈને કતાર એરવેઝની સાથે વન-વે કોડ શેર એગ્રીમેન્ટની ગુરુવારે માહિતી આપી. આ અંતર્ગત કતર એરવેઝ ઈન્ડિગોની દોહાથી દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદની ઉડાનો પર પોતાનો ક્યુઆર કોડ લગાવી શકશે, કતર એરવેઝ ઈન્ડિગોની આ ફલાઈટ્સ માટે સીટ બુક કરી શકશે. આતંરરાષ્ટ્રીય રણનીતી અંતર્ગત ઈન્ડિગોનો આ બીજો કોડ શેર એગ્રીમેન્ટ છે.

એગ્રીમેન્ટથી અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશેઃ ઈન્ડિગો

ઈન્ડિગોના સીઈઓ રોન્જોય દતાનું કહેવું છે કે પાર્ટનરશીપથી માત્ર અમારું આતંરરાષ્ટ્રીય સંચાલન મજબૂત થશે, પરંતુ ટ્રાફિક વધવાથી દેશના આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. અમે કતર એરવેઝના મુસાફરોને સમયબદ્ધ, વિનમ્ર અને પરેશાન મુક્ત સેવાઓ આપીશું.
ઈન્ડિગો 60 ઘરેલું અને 23 આતંરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન માટે રોજ 1500 ઉડાનોનું સંચાલન કરી રહ્યું છે. બીજી તરફ કતર એરવેઝ દોહાથી ભારતના અલગ-અલગ શહેરો માટે સપ્તાહમાં 102 ઉડાનોના સંચાલન કરે છે.

X
Indigo, Qatar Announcement News Updates; Qatar Airways IndiGo Airline Codeshare Agreement
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી