તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India's Foreign Reserves Reserve At A New High Of $ 450 Billion, In The 1990s The Fund Was Just $ 1 Billion

ભારતના વિદેશી ભંડોળની અનામતો 450 અબજ ડોલરની નવી ઉંચાઈએ, 1990ના દાયકામાં આ ભંડોળ ફક્ત એક અબજ ડોલર હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3જી ડિસેમ્બર,2019ના રોજ ભારતના વિદેશી હૂંડિયામણની અનામત 451.70 અબજ ડોલર થયું છે
  • ડિસેમ્બર,1990માં એક અબજ ડોલરથી પણ ઓછું હૂંડિયામણ હતું, 1991માં 47 ટન સોનુ ગીરવે મુક્યુ હતુ
  • છેલ્લા એક દાયકામાં આશરે 267 અબજ ડોલરનું વિદેશી ભંડોળની અમાનતો વધી

1) છેલ્લા એક દાયકામાં આશરે 267 અબજ ડોલરનો ઉમેરો થયો

03 ડિસેમ્બર, 2010ના રોજ વિદેશી ભંડોળ 267.23 અબજ ડોલર હતું, જે વધીને 3 ડિસેમ્બર, 2019ના રોજ 451.70 અબજ ડોલર થયુ છે. આમ છેલ્લા આશરે એક દાયકામાં વિદેશી હૂંડિયામણમાં 68.91 ટકા એટલે કે આશરે 185 અબજ ડોલરનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ વિદેશી હૂંડિયાણ 400 અબજ ડોલરની સપાટી પાર કરવામાં 81 સપ્તાહનો સમય લાગ્યો હતો. જોકે આશરે 254 સપ્તાહ સુધી 300 અબજ ડોલર અને 400 અબજ ડોલર વચ્ચે વધઘટ થઈ હતી.

ડિસેમ્બર 1990માં વિદેશી ભંડોળની અનામતનું પ્રમાણ ઘટીને 1 અબજ ડોલરથી પણ નીચી સપાટીએ પહોંચી ગયુ હતું. આ સંજોગોમાં દેશ પાસે ફક્ત15 દિવસના વિદેશ વ્યાપારના વ્યવહારો સંતોષી શકાય એટલું જ ભંડોળ ઉપલબ્ધ હતુ. 1991માં જ્યારે ચંદ્રશેખર દેશના વડા પ્રધાન હતા તે સમયે દેશ પાસે વિદેશી ભંડોળ ફક્ત 1.1 અબજ ડોલર રહ્યું હતુ. અર્થવ્યવસ્થા બાહ્ય ચુકવણીને લઈ ઘેરી કટોકટીમાં ફસાઈ ગયું હતું ત્યારે રિઝર્વ બેન્કને 47 ટન સોનુ ગીરવે મુકી ઋણ મેળવવાની ફરજ પડી હતી. 90ના દાયકામાં ખાડી યુદ્ધ અને ઓઈલની તંગી વચ્ચે વિદેશી હૂંડિયામણની અછત વચ્ચે ભારત માટે બાહ્ય ચુકવણીને લઈ ગંભીર કટોકટી સર્જાઈ હતી. આ સંજોગોમાં દેશમાં ઉદારીકરણ અપનાવવામાં આવ્યુ અને વ્યાપાર તથા વિદેશી પોર્ટપોલિયો ફંડને લઈ ઉદાર નીતિ ઘડવામાં આવી હતી.

ચીન સૌથી વધારે 3,105.2 અબજ ડોલરનું ભંડોળ સાથે વિશ્વમાં  વિદેશી ભંડોળની બાબતમાં પ્રથમ ક્રમ પર છે. જ્યારે જાપાન 1,32 અબજ ડોલર સાથે બીજો ક્રમ ધરાવે છે, યુરોપ (ECB--યુરોસિસ્ટમ) 921,279 અબજ ડોલર, રશિયા 541 અબજ ડોલર, સાઉદી અરેબિયા આશરે 500 અબજ ડોલર જ્યારે તાઇવાન આશરે 472 અબજ ડોલરની વિદેશી ભંડોળની અનામતો ધરાવે છે.

સામાન્ય રીતે વિદેશી હૂંડિયામણ ફોરેન કરન્સી, ગોલ્ડ (સોનુ), IMFમાં રિઝર્વ તથા દેશની રિઝર્વની સ્થિતીનો સમાવેશ ધરાવે છે. ફોરેન કરન્સી. IMF દ્વારા માન્યતા આપેલ પાંચ ચલણમાં હોય છે. ડોલર, પાઉન્ડ, યેન, યુઆન-ચાઈન, યુરોનો સમાવેશ થાય છે. ગોલ્ડ રિઝર્વ કે જે રિઝર્વ બેન્ક પાસે રહેલી સોનાની અનામતોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસે રાખવામાં આવતી અનામતોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સરકાર અને અન્ય નાણાકીય સંસ્થાઓ તરફથી મધ્યસ્થ બેન્ક પાસે જમા કરવામાં આવતી રકમનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એક અથવા એક કરતા વધારે મુદ્રાઓમાં રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...