તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Stock Markets Also Lost 1000 Points In Nifty And 3200 Points In Sensex; Closed For Hours On Stock Market Running Lower Circuit

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારે મંદી પચાવી 1325 પોઇન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો નોંધાવ્યો, NSE નિફ્ટીમાં 365 પોઈન્ટની તેજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શેરબજારમાં 3100 પોઇન્ટથી વધારે ઘટાડા સાથે સેન્સેક્સે 30000 સપાટી ગુમાવી હતી
 • ભારતીય શેરબજારોમાં છેલ્લે 2008માં લોઅર સર્કિટ વાગી હતી
 • ગઈકાલ રાત્રે અમેરિકાના બજારોમાં મંદીની સર્કિટ લાગી હતી, બજારો 10 ટકા ગગડી બંધ રહ્યા હતા

બિઝનેસ ડેસ્ક: ભારતીય શેરબજારમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર કામકાજ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં બજારમાં 3000થી વધારે પોઈન્ટના કડાકા સાથે મંદીની સર્કિટ લાગતા બજાર કામકાજને 45 મિનિટ માટે બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટુ ધોવાણ હતું. જોકે 45 મિનિટ બાદ શેરબજારમાં નીચા સ્તરેથી પસંદગીના શેરોમાં વ્યાપક ખરીદદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1,325.34 પોઇન્ટ એટલે કે 4.04 ટકા ઉછળી 34,103.48 પર અને નિફ્ટી પણ 365 પોઇન્ટ એટલે કે  3.81 ટકા ઉછળી 9,955 પર બંધ રહ્યા છે. આ સાથે સેન્સેક્સ અત્યંત મહત્વની 34,000 સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. હેલ્થકેર ઈન્ડેક્સ 425.44 પોઇન્ટ, બેન્કેક્સ 1,292 પોઇન્ટ, મેટલ ઈન્ડેક્સ 386.59 પોઇન્ટ, ઓટો ઈન્ડેક્સ 326.92 પોઇન્ટ વધ્યા હતા. સેન્સેક્સ પેકની 30 પૈકી 25 કંપનીના શેરમાં તેજી અને 5 કંપનીના શેરમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધારે સુધારો નોંધાવનાર શેરોમાં એસબીઆઈ 13.87 ટકા, ટાટા સ્ટીલ 13.48 ટકા, એચડીએફસી 10.33 ટકા, સનફાર્મા 8.34 ટકા, બજાજ ફાયનાન્સ 5.92 ટકા, ભારતી એરટેલ 5.54 ટકા, ઓએનજીસી 3.84 ટકા, એચડીએફસી બેન્ક 4.84 ટકા, એનટીપીસી 4.71 ટકા, એક્સિસ બેન્ક 4.67 ટકા, રિલાયન્સ 4.27 ટકા, એલએન્ડટી 3.92 ટકા, આઈટીસી 3.84 ટકા વધ્યા હતા. જ્યારે સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરમાં નેસ્લે 4.12 ટકા, એશિયન પેઈન્ટ 2.35 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.27 ટકા, હિરોમોટો 0.83 ટકા અને એચસીએલ ટેક 0.05 ટકા ગગડ્યા હતા. બીએસઈ ખાતે 1,244 સ્ક્રીપમાં તેજી અને 1,143 સ્ક્રીપમાં મંદી જોવા મળી હતી. જોકે 161 સ્ક્રીપના ભાવ સ્થિર રહ્યા હતા.


આ અગાઉ બજાર ખુલતા જ 2534 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. થોડી વારમાં જ સેન્સેક્સ 3103 પોઈન્ટ ઘટીને 30,000ની સપાટી ગુમાવી દીધી હતી. બજારમાં આવેલા ઘટાડાના કારણે લોઅર સર્કિટ લગાવી દેવામાં આવી હતી. ત્યારપછી ટ્રેડિંગને 45 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. ત્યારે સેન્સેક્સ 29,687ની સપાટીએ પહોંચી ગયો હતો. આ જ રીતે નિફ્ટી 852 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટીએ 9000ની સપાટી ગુમાવીને 8624ની સપાટીએ આવી ગયો હતો. બજાર 10 ટકા કરતા વધારે ઘટે તો લોઅર સર્કિટ લગાવવામાં આવે છે. 

વર્ષ 2008 બાદ પ્રથમ વખત મંદીની સર્કિટ લાગી હતી
ભારતીય શેરબજારમાં મંદીની સર્કીટ લાગતા 45 મિનિટ માટે બજાર કામકાજને બંધ કરવું પડ્યું છે. ગઈકાલે અમેરિકાના બજારોમાં ભારે કડાકા બાદ આજે એશિયાના બજારોમાં મોટી આર્થિક ખુવારી સર્જાઈ છે. વર્ષ 2008ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે આશરે 12 વર્ષ અગાઉ ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગતા બજાર કામકાજ બંધ કરવું પડ્યું હતું.

વૈશ્વિક બજારોની સ્થિતિઃ હોંગકોંગના બજારોમાં નીચા સ્તરેથી 7 ટકાની તેજી
અમેરિકાના શેરબજારો ગઈકાલ મંદીને પગલે 15 મિનિટ માટે કામકાજ બંધ કરવા પડ્યા હતા. છેલ્લે ડાઉ જોન્સ 2,352.60 પોઇન્ટ એટલે કે 9.99 ટકા ગગડી 21,200 જ્યારે એસએન્ડપી-500 260.74 પોઇન્ટ એટલે કે 9.51 ટકા ઘટીને 2,480 પર બંધ રહ્યા હતા. આ ઉપરાંત બ્રાઝીલનો બોવેસ્પા 19,631.94 પોઇન્ટ અથવા 21.29 ટકા ઘટી 72,582.53 રહ્યા હતા. આ ઉપરાંત એશિયાના બજારોમાં પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ જોવા મળતુ હતું. જોકે બાદમાં  પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળે છે. હેંગસેંગના બજારોમાં નીચા સ્તરેથી સાત ટકાનો ઉછાળો આવ્યો છે. શાંધાઈનો એસઈ કોમ્પોઝીટ 24.27 પોઇન્ટ, હેંગસેંગ 358.97 પોઇન્ટ અથવા 1.47 ટકા, નિક્કી 524.96 પોઇન્ટ અથવા 2.83 ટકા અને તાઈવાન ટીએસઈસી 255.15 પોઇન્ટ અથવા 2.59 ટકા ગગડ્યા હતા. ગઈકાલે યુરોપના લગભગ તમામ શેરબજારો 10 ટકાથી વધારે ગગડ્યા હતા. 

સર્કિટ શું છે અને ક્યારે લાગે છે
ભારતીય શેરબજારમાં તેજી કે મંદીની અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સર્કિટ ફિલ્ટર અમલી બનાવવામાં આવે છે.  સેબીએ 10 ટકા, 15 ટકા અને 20 ટકા સર્કિટ નક્કી કરે છે. આ અંતર્ગત શેરબજાર નક્કી મર્યાદાથી વધારે ઘટવા પર લોઅર સર્કિટ લાગે છે. આ માટે પણ 10 ટકા, 15 ટકા અને 20 ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે. સર્કિટની શરૂઆત જુલાઈ,2001માં સેબીની માર્ગદર્શિકા બાદ થઈ હતી.

સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 4 વખત લોઅર સર્કિટ લાગી છે.
સૌથી પહેલા 21 ડિસેમ્બર, 1990માં આ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સેન્સેક્સમાં 16.19 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ શેરબજાર 1034.96 પર પહોંચી ગયો હતો.
સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો 28 એપ્રિલ, 1992માં થયો હતો. ત્યારે સેન્સેક્સ 12.77 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સમયે શેરબજાર 3896.90 પર બંધ રહ્યો હતો.
ત્રીજી સ્થિતિ 17 મે,2004માં આવી હતી. જ્યારે શેરબજારમાં 11.14 ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજારમાં 4505.16 સ્તર પર બંધ રહ્યો હતો.
24મી ઓક્ટોબર,2008માં સેન્સેક્સમાં 10.96 ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજાર 8701.07 પર બંધ રહ્યો હતો.

મિડકેપ, સ્મોલકેપ સહિતના તમામ ક્ષેત્રિય ભાવાંકોમાં ભારે મંદી
ભારતીય શેરબજારના તમામ ક્ષેત્રિય ભાવાંકોમાં મંદી જોવા મળી રહી છે. આઈટી ઈન્ડેક્સ 300 પોઇન્ટ, ઓટો ઈન્ડેક્સ 280 પોઇન્ટ, બેન્કેક્સ 205 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 246 પોઇન્ટ ગગડ્યા હતા. આ ઉપરાંત એફએમસીજી સેક્ટરમાં પણ ભારે દબાણ જોવા મળે છે. એફએમસીજી ઈન્ડેક્સ 295.97 પોઇન્ટ ગગડ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 297 અને 301 પોઇન્ટનો ઘટાડો જોવા મળે છે. 

છેલ્લા 30 વર્ષમાં બજારમાં એક દિવસમાં સૌથી મોટા ઘટાડા
 

 તારીખ સેન્સેક્સ બંધ થયો કેટલા % ઘટાડો
21-12-1990103416.19%
28-04-1992389612.77%
17-05-2004450511.14%
24-10-2008870110.96%
12-05-199230869.76%
19-01-19907108.92%
06-05-199235608.41%
30-11-199011968.30%
31-03-199733608.26%
12-03-2020327788.18%
13-03-20202918410.7%

આજે એટલે કે 13 માર્ચના રોજ શેરબજાર 3500 પોઇન્ટ એટલે 10.70 ટકા તૂટી ગયુ હતું, જોકે બાદમાં તેમા નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો