ઇન્વેસ્ટમેન્ટ / ઇન્ડિયન ઓઈલ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. 492 કરોડનું રોકાણ કરશે

Indian Oil to invests Rs 492 crore for infrastructure development in Gujarat
X
Indian Oil to invests Rs 492 crore for infrastructure development in Gujarat

  • કંપની કંડલામાં LPG ટર્મિનલની ક્ષમતા 25 લાખ ટન કરાશે
  • વધુ 333 રીટેલ આઉટલેટ્સને સોલારાઈઝડ કરવાનું આયોજન

Divyabhaskar.com

Aug 13, 2019, 07:18 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કને મજબુત કરવાના હેતુથી ચાલુ નાણાકિય વર્ષમાં રૂ. 492 કરોડનું રોકાણ કરશે. નવા રોકાણનો મહત્તમ હિસ્સો કંડલા LPG ઈમ્પોર્ટ ટર્મીનલની ક્ષમતા વાર્ષિક 6 લાખથી વધારી 25 લાખ ટન કરવા માટે વપરાશે. આ ઉપરાંત કંપની પોતાના રીટેલ આઉટલેટ નેટવર્ક વધારવાની પણ યોજના ધરાવે છે. ઈન્ડિયન ઓઈલ આજે ગુજરાતમાં બજારમાં પીઓએલ પ્રોડક્ટસમાં પીએસયુમાં 53% હિસ્સો અને ઈન્ડસ્ટ્રીઝમાં 37% હિસ્સો ધરાવે છે. છેલ્લા બે વર્ષમા કંપનીએ આંતરમાળખાકીય વિકાસમાં રૂ. 662 કરોડનું રોકાણ કર્યું છે.

રિટેઈલ આઉટલેટ નેટવર્કમાં વધારો કરાશે

કંપના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને સ્ટેટ લેવલ કોઓર્ડીનેટર એસ. એસ. લાંબાએ જણાવ્યું હતું કે, ઈન્ડિયન ઓઈલ ગુજરાતમાં 1,350 રિટેઈલ આઉટલેટ (આરઓ) ધરાવે છે અને ઉદ્યોગનાં ધોરણે 31.9 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધીમાં 200 નવા રિટેઈલ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, રાજ્યમાં 150 CNG સ્ટેશન છે અને નવા 50 સ્ટેશન શરુ કરવામાં આવશે.

2. બે વર્ષમાં ગુજરાતના તમામ રિટેઈલ આઉટલેટને સોલારાઈઝડ થઇ જશે

ઇન્ડિયન ઓઇલના બ્રાન્ડિંગના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર એસ. ડાકવાલેએ જણાવ્યું કે, રાજ્યમાં સૌર ઉર્જાનાં અવકાશોનો લાભ ઉઠાવવા ઈન્ડિયન ઓઈલ તેના રિટેઈલ આઉટલેટ્સને સોલારાઈઝડ કરી રહી છે અને આવતા બે વર્ષમાં રાજ્યના તમામ આઉટલેટ્સ સોલારાઈઝડ કરવાનું અમારું આયોજન છે. કંપનીએ અત્યાર સુધીમાં 480 રિટેલ આઉટલેટસને સોલારાઈઝડ કર્યા છે અને માર્ચ 2020નાં અંત સુધીમાં વધારે 333 આઉટલેટને સોલારાઈઝડ કરવાનું આયોજન છે.

3. ગુજરાતની એલપીજી બજારમાં કંપનીની 51.9% હિસ્સેદારી

કંપનીના જણાવ્યા મુજબ તા. 1 જુલાઈ 2019 સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 99.70 લાખ એક્ટિવ એલપીજી કનેકશન્સ હતાં. જેમાંથી 49.89 લાખ કનેકશન્સ ઈન્ડિયન ઓઈલનાં હતાં. ઈન્ડિયન ઓઈલ ગુજરાતનાં તમામ 33 જિલ્લાઓમાં હાજરી ધરાવે છે અને એલપીજી બજારમાં તેનો હિસ્સો 51.9 ટકાનો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઉદ્યોગનાં આધારે કુલ 27.52 લાખ કનેકશન્સ આપવામાં આવ્યા હતાં, જેમાં ઈન્ડિયન ઓઈલ 17.72 લાખ કનેકશન્સ સાથે ટોચ પર હતી. ગુજરાતમાં ઈન્ડિયન ઓઈલે રાજ્યનાં ગ્રામિણ વિસ્તારોમાં 140 નવી એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ શરૂ કરી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી