શેરબજાર / સરકારના 100 દિવસમાં રોકાણકારોને 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું

In the 100 days of the government, investors lost Rs 1.25 lakh crore

  • 30 મેના રોજ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 153.62 લાખ કરોડ રૂપિયા હતી
  • જે હવે ઘટીને 141.15 લાખ કરોડ રૂપિયા થઈ છે
  • વિદેશી રોકાણકારો પર સરચાર્જ વધારવાથી બજારમાં વધુ વેચાણ થયું

Divyabhaskar.com

Sep 10, 2019, 05:47 PM IST

મુંબઈઃ મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શેરબજારમાં રોકાણકારોને 12.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 30 મેના રોજ સરકારનું કામકાજ શરૂ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન તે દિવસે 153 લાખ 62 હજાર 936 કરોડ રૂપિયા હતી. હવે તે 141 લાખ 15 હજાર 316 કરોડ રહી છે. તેનું એક મોટું કારણ વિદેશી રોકાણકારોનું વેચાણ પણ છે.

વિદેશી રોકાણકારોએ 100 દિવસમાં 31,700 કરોડ રૂપિયા પરત ખેંચ્યા

  • નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સુપર-રિચ પર ટેક્સ સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે. વિદેશી રોકાણકારોને પણ આ સીમામાં ગણવામાં આવ્યા છે. આ કારણે એફપીઆઈએ વેચવાલી વધારી દીધી હતી. જોકે બજારમાં સતત ઘટાડાને કારણે સરકારે ગત મહિને એફપીઆઈ પર સરચાર્જ વધારાનો નિર્ણય પરત લીધો હતો. જોકે બજારને ફાયદો થયો ન હતો.
  • મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 31,700 કરોડ રૂપિયાનું વેચાણ કરી ચૂક્યા છે. આ દરમિયાન એનએસઈ પર સરકારી બેન્કોના ઈન્ડેક્સમાં 26 ટકા ઘટાડો આવ્યો છે. સરકારના શરૂઆતના 100 દિવસમાં આઈટી ઈન્ડેક્સને છોડીને બાકીના 10 ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં છે.
ઈન્ડેક્સ 100 દિવસમાં નુકસાન
પીએસયુ બેન્ક 26.13%
મેટલ 19.65%
મીડિયા 14.07%
ઓટો 13.48%
પ્રાઈવેટ બેન્ક 12.48%
બેન્ક 12.11%
રિઅલલિટી 10.15%
ફાઈનાન્શિયલ સર્વિસિસ 7.63%
ફાર્મા 4.79%
એફએમસીજી 3.89%
  • એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે અમેરિકા-ચીનના ટ્રેડ વોરના કારણે મેટલ સેકટરના શેરમાં વેચવાલી થઈ. ઓટો સેક્ટરમાં વેચવાલી એક વર્ષથી ચાલી રહી છે. સતત વેચાણ ઘટવાને કારણે ઓટો કંપનીઓના શેરોમાં ઘટાડો વધ્યો છે.
  • મોદી સરકારની બીજી જીતની આશામાં વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીથી મેની વચ્ચે શેરબજારમાં 83,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે ઘણી અગ્રણી કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો, ઓટો સેકટરની મંદી, ગ્લોબલ ટ્રેડ વોર અને બીજા આંતરરાષ્ટ્રીય કારણોથી બજારમાં ઘટાડો આવ્યો છે.
X
In the 100 days of the government, investors lost Rs 1.25 lakh crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી