• Home
  • Business
  • In real estate, there has been a boost of not more than 25 thousand crores but one hundred lakh crores: Jaxay shah

ભાસ્કર ઇન્ટરવ્યુ / રિયલ એસ્ટેટમાં 25 હજાર કરોડ નહીં પણ સવા લાખ કરોડનું બુસ્ટ અપ મળ્યું છે: જક્ષય શાહ

નેશનલ ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહ
નેશનલ ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહ

  • આર્થિક વિકાસમાં સિંહફાળો આપતા એવા એકમાત્ર રિઅલ એસ્ટેટ સેક્ટરને અંતે ન્યાય મળ્યો ખરો..!

Divyabhaskar.com

Nov 09, 2019, 12:51 AM IST

મૃગાંક પટેલ, અમદાવાદ: દેશભરમાં અટકી પડેલા હાઉસિંગ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં એલઆઈસી હાઉસિંગ અને એસબીઆઈ તરફથી મળીને કુલ ભંડોળ રૂા.25 કરોડનું થશે. નેશનલ ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, આ 25 હજાર કરોડનું ફંડ નથી પણ સવા લાખ કરોડનું ફંડ છે, કેમ કે, ડેવલપરને આમાંથી જે ફંડ મળશે તે જમીનમાં નહીં માત્ર કન્સ્ટ્રંકશનમાં વપરાશે. જેમ કે, એક સ્કેવર મીટરની કન્સ્ટ્રંકશન કોસ્ટ અંદાજે રૂા.1500 હોય પણ તેની વેચાણ કોસ્ટ રૂા.6000 જેટલી થાય છે. જેથી 25 હજાર કરોડના ફંડની આ પ્રમાણે ગણતરી કરીએ તો બાંધકામ ઉદ્યોગમાં સવા લાખ કરોડનું ભંડોળ આવશે. બેન્કના ડિફોલ્ટર હશે તે ડેવલપરને પણ આ ભંડોળનો લાભ મળશે.
સવાલ- ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ પર આ નિર્ણયની શું અસર થશે
જક્ષય શાહ- ગુજરાતમા મોટા ભાગના પ્રોજેકટસ રેરા રજીસ્ટર્ડ છે. અને આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ પ્રોજેકટ અટકેલા છે. પણ આ નિર્ણયના કારણે ગ્રાહકોનો વિશ્વાસ ચોક્કસ વધશે જેની સીધી અસર માર્કેટમાં દેખાશે. ગુજરાતમાં નવી રોજગારીનું સર્જન થવા સાથે ગુજરાતના અર્થતંત્રને પણ ઝડપી વેગ મળશે. ગુજરાત હવે માત્ર હાઉસિંગ પ્રોજેક્ટ માટે જાણીતું નથી કોર્મશિયલ સેગમેન્ટમાં પણ મોટા પાયે પ્રોજેક્ટ આવી રહ્યાં છે.
સવાલ- દેશના રિયલ એસ્ટેટમાં શું અસર થશે ? કેવી રીતે રિયલ એસ્ટેટને બુસ્ટઅપ મળશે ?
જક્ષય શાહ- નોટબંધી, જીએસટી સહિતના ફેરફારોમાં ધળમૂળથી બદલાવો થયા હોય તેવી રિયલ ખરીદદારોની સમસ્યા વધી હતી. ઈન્ડસ્ટ્રીને નાણાં મળવાનું પણ બંધ થઈ ગયું હતુ. આ નિર્ણયના કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધશે.બિઝનેસમાં નાણાં આવવાનું શરૂ થશે.
સવાલ- જોબ વધવાના કે મળી રહેવાના ચાન્સીસ કેટલા? તેની માટે કોઈ આયોજન છે અથવા રાતોરાત નોકરીની તકો ઉભી થશે ખરી ?
જક્ષય શાહ- હવે એક કમિટી બનશે. દરેક અટકેલા પ્રોજેકટનો અભ્યાસ કરીને તેમને નાણાં અપાશે. પણ માત્ર અર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેકટને જ તેનો લાભ મળશે. લગભગ ત્રણ થી છ મહિનામાં નાણાં આપવાનું શરૂ કરાશે. દોઢ વર્ષમાં તમામ અટકેલા પ્રોજેકટને નાણાં ફાળવી દેવાશે. આમાં જે કોન્ટ્રાકટરો કે શ્રમિકોના નાણાં ફસાયા છે તેમને પણ નાણાં પરત મળશે એટલે એમ્પોલયમેન્ટ પણ શરૂ થશે.
સવાલ- કયા પ્રોજેકટસને આ ફંડમાંથી લોન મળશે અને તેની પ્રક્રિયા કેવી હશે ?
જક્ષય શાહ- જે પ્રોજેકટ રેરા રજિસ્ટર્ડ હશે, જેમાં યુનિટ વેચવાના બાકી હશે અને 60 ટકા પ્રોજેકટનું કામ પુરુ થઈ ગયુ હશે તેવા પ્રોજેકટને આ ફંડનો લાભ મળી શકશે.
સવાલ- દેશભરમાં અટકી પડેલા પ્રોજેકટસ અને યુનિટની સંખ્યા કેટલી હશે ?
જક્ષય શાહ- સમગ્ર દેશમાં સાડા ચારથી પાંચ લાખ યુનિટો હજુ વેચાવાના બાકી છે જેના પ્રોજેકટ અટકી પડયા છે. આવા પ્રોજેકટની સંખ્યા 1600
જેટલી છે.
સવાલ- રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કેટલી ઈન્ડસ્ટ્રીને આનો ફાયદો કેવી રીતે થશે ?
જક્ષય શાહ- બાંધકામ ઉદ્યોગ સાથે અંદાજે 300 જેટલી ઈન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે. તમામને સીધો અથવા આડકતરો ફાયદો થશે. પૈસાનું રોકાણ વધશે તેમ તેમ આ ઈન્ડસ્ટ્રીઝને પણ કામ મળશે અને તેમાં પણ નાણાનું રોટેશન વધશે. ફસાયેલા નાણાં પણ લોકોને પરત મળશે. જેથી એમ્પોલયમેન્ટની તકોનું નવું સર્જન પણ થઇ શકે છે.

હાઉસિંગ પ્રોજેક્ટ માટેની સ્પેશિયલ વિન્ડો યોજનાનો લાભ NPA-NCLT હેઠળના પ્રોજેક્ટ્સ લઈ શકશે
યુનિયન કેબિનેટે અફોર્ડેબલ હાઉસિંગના અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ કરવા સ્પેશિયલ વિન્ડો ફંડની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે કુલ 25 હજાર કરોડની સહાય અફોર્ડેબલ અને મિડ-ઈનકમ હાઉસિંગ પ્રોજેક્ટને મળશે. રિયાલ્ટી સેક્ટરના સુસ્ત માહોલને ફરી પાછો વેગવાન બનાવવાની સાથે ઈકોનોમીમાં પણ નોંધપાત્ર સુધારો થશે. એટલું જ નહિં આ સેક્ટરમાં નવી રોજગારીની તકોનું સર્જન થશે આવો જાણો શું છે સ્પેશિયલ વિન્ડો યોજના...

અફોર્ડેબલ અને મિડ-ઈનકમ હાઉસિંગના 90 ટકા પ્રોજેક્ટ અધૂરા :ઈન્ડસ્ટ્રી
સવાલ- સ્પેશિયલ વિન્ડોમાં સરકાર અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સની ભૂમિકા શું?
જવાબ- ફંડ માટે સરકાર પોતે જ સ્પોન્સર બની ફંડિંગ કરશે. જેમાં ઈન્વેસ્ટમેન્ટ મેનેજર ફંડ એકત્રિકરણ, રોકાણો અને ફંડ ટીમને મેનેજ કરવા જવાબદાર રહેશે.
સવાલ- ફંડની સાઈઝ કેટલી રહેશે?
જવાબ- સરકાર અફોર્ડેબલ અને મિડલ ઈનકમ ગ્રુપ હાઉસિંગ સેક્ટરમાં રૂ. 10,000 કરોડનુ ફંડ ઠાલવશે. બાકીનુ 15,000 કરોડનુ ફંડ બેન્કો, એલઆઈસી, અને અન્ય સંસ્થાઓ દ્વારા સહાય કરાશે.
સવાલ- ફંડને મેનેજ કોણ કરશે?
જવાબ- સ્પેશિયલ વિન્ડો અંતર્ગત એઆઈએફ, એસબીઆઈકેપ વેન્ચર્સ લિમિટેડ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે ફંડ મેનેજ કરશે.
સવાલ- એનપીએ અને એનસીએલટી અંતર્ગત ચાલતા પ્રોજેક્ટને ફંડિગ સહાય મળશે?
જવાબ- એનપીએ અને એનસીએલટી કાર્યવાહી હેઠળના પ્રોજેક્ટને પણ ફંડનો લાભ મળશે. જેના માટે તેઓએ ઈન્વેસ્ટમેન્ટ કમિટીને અરજી કરી ફંડ માટે અપ્રુવલ લેવુ પડશે. જેમાં ચર્ચા-વિચારણા બાદ ફંડ સહાય મળશે.
સવાલ- કેવા પ્રકારના NCLTપ્રોજેક્ટ્સ ફંડિગ યોગ્યતા ધરાવે છે?
જવાબ- ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા લેણદારોની સમિતિએ રદ્દ ન કરી હોય તેવા તમામ પ્રોજેક્ટ સ્પેશિયલ વિન્ડો હેઠળ ફંડિંગ માટે ભલામણ કરી શકે છે.
સવાલ- કોર્ટમાં પેન્ડિંગ કેસોને ફંડનો લાભ મળશે?
જવાબ- ના, સ્પેશિયલ વિન્ડો કંસ્ટ્રક્શન ફંડના અભાવે અટકી પડેલા પ્રોજેક્ટ્સ પૂરા કરવા ફંડ ફાળવવાની યોજના ધરાવે છે.
સવાલ- અફોર્ડેબલ અને મિડ-ઈનકમ હાઉસિંગ પ્રોજેક્ટ શું છે?
જવાબ- જે હાઉસિંગ યુનિટ રેરા કાર્પેટ એરિયા 200 ચોરસફૂટથી વધુ ન હોય તેમજ મુંબઈમાં 2 કરોડ સુધી, અન્ય મેટ્રો શહેરમાં 1.5 કરોડ અને અન્ય સ્થળોમાં 1 કરોડ સુધીની કિંમત ધરાવતા હાઉસિંગ અફોર્ડેબલ અને મિડ-ઈનકમ હાઉસિંગ પ્રોજેક્ટ છે.
સવાલ- કેટલી નેટવર્થ ફંડિંગ માટે પોઝિટીવ ગણાય?
જવાબ- યોજના અંતર્ગત એવા પ્રોજેક્ટ કે જેનો સંપૂર્ણ બાંધકામ ખર્ચ અને બાકી દેવાઓનુ પ્રમાણ વણવેચાયેલા ઈન્વેન્ટરી સ્ટોક કરતાં ઓછુ હોય. તેની આવકો વધુ હોય.
સવાલ- કાર્પેટ એરિયાની વ્યાખ્યા?
જવાબ- કાર્પેટ એરિયાને રેરાની કલમ (કે)ના બીજા સેક્શન અનુસાર વ્યાખ્યાયિત કરી શકાય. જે મુજબ, એપાર્ટમેન્ટનો નેટ યુઝેબલ ફ્લોર એરિયાને કાર્પેટ એરિયા કહે છે. જેમાં કુલ કવર્ડ વિસ્તાર ગણાતો નથી. જેમ કે, બાલ્કની, વરંડા, અગાસી, ટેરેસ વગેરે….
સવાલ- વિલા પ્રોજેક્ટ માટે ફંડનો ઉપયોગ કરી શકાશે?
જવાબ- ફંડનો ઉપયોગ 200 ચોરસમીટરથી ઓછી સાઈઝ ધરાવતા હાઉસિંગ યુનિટને પૂરા કરવા થશે. જેમાં શહેર અનુસાર, સરેરાશ 2 કરોડની કિંમત ધરાવતા ઘર સામેલ છે.
સવાલ- અફોર્ડેબલ અને મિડ-ઈનકમ સેગમેન્ટ હેઠળ રિયલ એસ્ટેટના કેટલા પ્રોજેક્ટ્સ અધૂરા છે?
જવાબ- ઈન્ડસ્ટ્રીના અંદાજ અનુસાર, અફોર્ડેબલ અને મિડ-ઈનકમના 90 ટકા પ્રોજેક્ટ અધૂરા છે.
સવાલ- અધૂરા પ્રોજેક્ટ્સ પૂરા કરવા રિટેલ લોન મળશે?
જવાબ- આરબીઆઈની ગાઈડલાઈન અને બેન્ક બોર્ડની અપ્રુવ્ડ પોલિસી અનુસાર, રિટેલ લોન મેળવી શકાશે.
સવાલ- ઘર ખરીદદારને ફંડિંગના કયાં લાભ થશે?
જવાબ- અધૂરા પ્રોજેક્ટ ઝડપી પૂરા થતાં ઘર ખરીદદાર પોતાના સ્વપ્નનુ ઘર ઝડપથી મેળવી શકશે.
સવાલ- ફાળવવામાં આવેલા ફંડનો ડેવલપર ઉપયોગ કરી રહ્યો કે નહીં તેનુ મોનિટરિંગ કેવી રીતે કરાશે?
જવાબ- સ્પેશિયલ વિન્ડો અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા આર્થિક સહાય આપશે. જેમાં ઈન્વેસ્ટમેન્ટ મેનેજર ડેવલપર સાથે મળી ફંડનુ મોનિટરિંગ કરશે. રેરા દ્વારા સ્ટાન્ડર્ડ ફાઈ. કંટ્રોલ વિકસાવવામાં આવશે.
સવાલ- ફંડ માટે પ્રોજેક્ટની પસંદગીની પ્રક્રિયા જણાવો?
જવાબ- ઈન્વેસ્ટમેન્ટ મેનેજર જારી કરેલા તમામ ઈનપુટ સહિત વિગતવાર રોકાણનુ રિવ્યુ કરશે. બાહ્ય એજન્સીઓના રેટિંગ તપાસશે. તેમજ કોન્ટ્રાક્ચ્યુલ અરેન્જમેન્ટના ભાગરૂપે મોનિટરિંગ કરશે. બાદમાં ફંડ ઈન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી આપતાં ફંડ વિત્તરણ કરવામાં આવશે.
સવાલ- યોજના અંતર્ગત કેટલા પ્રોજેક્ટને લાભ મળશે?
જવાબ- ઈન્ડસ્ટ્રીના અંદાજ અનુસાર, 1509 હાઉસિંગ પ્રોજેક્ટ્સ અધૂરા છે. જેમાં આશરે 4.58 લાખ હાઉસિંગ યુનિટનુ કામ બાકી છે. જેમાં યોજના અનુસાર લાયકાત ધરાવતા તમામ સિંગલ પ્રોજેક્ટને મહત્તમ રૂ. 400 કરોડનુ ફાઈનાન્સ મળશે.
સવાલ- ફંડિંગ માટે પ્રોજેક્ટની પસંદગી શેના આધારે કરાશે?
જવાબ- અફોર્ડેબલ અને મિડલ ઈનકમ કેટેગરીના અધૂરા પ્રોજેક્ટ, પ્રોજેક્ટની નેટવર્થ પોઝિટીવ હોવી જોઈએ (એનપીએ, એનસીએલટી સહિત), રેરા હેઠળ રજિસ્ટર્ડ, કામ પૂર્ણ થવાના આરે અટકી પડેલા પ્રોજેક્ટને પ્રાથમિક્તા
સવાલ- ફંડમાં કયા રોકાણકારો રોકાણ કરશે?
જવાબ- સરકાર તથા નાણાકીય સંસ્થાઓ, એચએનઆઈ, સોવરિન વેલ્થ ફંડ સહિત અન્ય ખાનગી રોકાણકારો, સરકારી-ખાનગી બેન્કો, સ્થાનિક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, ગ્લોબલ પેન્શન ફંડ સહિત અન્ય સંસ્થાકીય રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કરાશે.

X
નેશનલ ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહનેશનલ ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી