• Home
  • Sports
  • Cricket
  • India Pakistan warmup match at T20 World Cup too difficult, ICC could not decide

ક્રિકેટ / T-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની વોર્મઅપ મેચ પણ મુશ્કેલ, ICC નિર્ણય લઈ શક્યું નથી

India-Pakistan warmup match at T20 World Cup too difficult, ICC could not decide

  • T-20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તનની મેચ થશે નહિ, બંને ટીમ અલગ-અલગ ગ્રુપમાં

Divyabhaskar.com

Nov 06, 2019, 05:29 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈસીસી વર્લ્ડ કપ ટી-20 અગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાશે. પ્રથમ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની ટીમોને અલગ-અલગ ગુપ્રમાં રાખવામાં આવી છે. તેનો અર્થ એ છે કે આ રાઉન્ડમાં તેમની ટક્કર થશે નહિ. જોકે આઈસીસી અત્યાર સુધીમાં એ વાતનો પણ નિર્ણય કરી શકી નથી કે બંને દેશોની વચ્ચે વોર્મઅપ એટલે કે અભ્યાસ મેચ કરાવવામા આવે કે નહિ. જોકે તેનું કારણ બંને દેશોની વચ્ચે ચાલી રહેલો તણાવ છે. એક મીડિયા રિપોર્ટમાં આ વાતની માહિતી આપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ ભાગ લેશે. અગામી 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં રમાશે.

સીઈઓ શું કહ્યું ?
પાકિસ્તાનના ધ ટ્રિબ્યુન ન્યુઝપેપરે ટી-20 વર્લ્ડ કપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ નિક હોકલે સાથે વાતચીત કરી. ભારત-પાકિસ્તાનની મેચ પર તેમણે કહ્યું બેનં ટીમો અલગ-અલગ ગ્રુપમાં છે. આ કારણે એ તો નક્કી છે કે તેમની વચ્ચે પ્રથમ રાઉન્ડમાં મેચ નહિ રમાય. નિકે કહ્યું કે એશિયાની આ બંને ટીમોની વચ્ચેની મેચ જોવા વિશ્વનો દરેક ક્રિકેટ ફેન ઉત્સુક હોય છે. આઈસીસીને સૌથી વધુ કમાણી પણ જ મેચથી થાય છે. જોકે એ પણ વાસ્તવિકતા છે કે વિશ્વ કપની કોઈ પણ મેચમાં અત્યાર સુધીમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી શકી નથી.

દરેક જગ્યાએ એક જ સવાલ

હોકલેએ વધુમાં જણાવ્યું હતું કે તે જ્યાં પણ જાય છે ત્યાં દરેક એક જ સવાલ કરે છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ થશે કે નહિ. ફર્સ્ટ રાઉન્ડમાં તો એ શકય જ નથી. વોર્મઅપ મેચ પર અત્યાર સુધીમાં આઈસીસીએ કોઈ પણ નિર્ણય લીધો નથી. જોકે અમે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ આ ટીમોને સામ-સામે જોવા માંગે છે. નિકે જણાવ્યું કે આઈસીસીએ આ વિશ્વ કપ માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દીધું છે અને આ વખતે તેની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સિવાય પણ ઘણાં દેશોમાંથી લોકો આ વર્લ્ડ કપને જોવા પહોંચશે. તેમણે એ પણ કહ્યું કે ક્રિકેટ સિવાય પણ ઘણાં રોચક કાર્યક્રમ આ દરમિયાન આયોજિત કરવામાં આવશે.

X
India-Pakistan warmup match at T20 World Cup too difficult, ICC could not decide

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી