ઈન્વેસ્ટમેન્ટ / NRI કઈ રીતે બજાજ ફાઈનાન્સ એફડીમાં રોકાણ કરી શકે છે

How can NRI invest in Bajaj Finance FD?

Divyabhaskar.com

Oct 09, 2019, 05:33 PM IST

NRO (નોન રેસિડેન્ટ ઓર્ડિનરી) ખાતામાં ઓછું વ્યાજ મેળવનાર લગભગ 800 બિલિયન રૂપિયાની સાથે, બહારથી મોકલવામાં આવેલું ધન પ્રાપ્ત કરવાના સંદર્ભમાં ભારત પ્રથમ સ્થાને રહ્યું છે. પોતાની બચતને પોતાની પાસે રાખવાની જગ્યાએ NRI પોતાના ધનને વિવિધ રીતે વધારવા માટે ભારતના બજારમાં રોકવા વિશે વિચારી શકે છે. આ સિવાય આરબીઆઈએ NRIના રોકાણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ રોકાણ યોજનાઓના રૂપમાં પણ ઘણાં પ્રાવધાન કર્યાં છે.


જોકે, એક NRI તરીકે, તમારી પ્રાથમિકતા રોકણના કોઈ એવા સાધનને જાણવું જોઈએ જે સુરક્ષિત હોય અને સાથે-સાથે સારો લાભ પણ આપે. Bajaj Finance NRI Fixed Deposit એક એવી રજૂઆત છે, જેને આ ઉદ્યોગની પ્રમુખ સ્થિરતાનું રેટિંગ અને વ્યાજ દરની માન્યતા આપવામાં આવી છે.


આ સિવાય આ યોજનામાં પોતાના પૈસાનું રોકાણ કરવું પણ ખૂબ જ સરળ છે. એ વાતને ધ્યાનમાં રાખીને કે તમે વિદેશમાં રહીને પણ પોતાના રોકાણનું મેનેજમેન્ટ કરી શકો છો. તમારે એ વાત ખાસ જાણવી જરૂરી છે કે તમને સેવા આપનારી કંપનીએ આ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે. બજાજ ફાઈનાન્સ NRI FD અને તેમાં રોકાણ કઈ રીતે કરવું જોઈએ, તે વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.


એપ્લાય કરતા પહેલા ધ્યાન રાખવા જેવી મહત્વની શરતો શું છે ?
બજાજ ફાઈનાન્સ એફડી માટે એપ્લાય કરતા પહેલા, કેટલીક વાતો છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આ શરતોની વિગતે માહિતી માટે અહીં જુઓ.
• તમે માત્ર NRO ખાતાના માધ્યમથી તમારા ધનનું રોકાણ કરી શકો છો. NRE (નોન રેસિડન્ટ એક્સટર્નલ) ખાતામાંથી ધનનો સ્વીકાર કરવામાં આવશે નહિ.
• તમે માત્ર એક ચેકનો ઉપયોગ કરીને રોકાણ કરી શકો છો. વૈકલ્પિક રીતથી તમે કોઈ રોકાણ શરૂ કરવા માટે આરટીજીએસ કે એનઈએફટીનો ઉપયોગ કરીને NRO ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. કોઈ પણ અન્ય પ્રકારના પેમેન્ટનો સ્વીકાર કરવામાં આવશે નહિ, પછી તે ડિમાન્ડ ડ્રાફટ, આઈએમપીએસ, યુપીઆઈ કે ડેબિટ કાર્ડ કેમ ન હોય.
• તમારી ડિપોઝીટ રકમ પર લાગુ ટીડીએસ વાર્ષિક આધાર પર મેળવેલા વ્યાજ પર આધારિત છે. નીચે આપવામાં આવેલો કોઠો વાસ્તવિક આંકડાઓ દર્શાવે છે.

મળેલું વાર્ષિક વ્યાજ 50 લાખ રૂપિયાથી ઓછું છે મળેલું વાર્ષિક વ્યાજ 50 લાખ રૂપિયાથી વધુ પરંતુ 1 કરોડ રૂપિયાથી ઓછું છે મળેલું વાર્ષિક વ્યાજ 1 કરોડ રૂપિયાથી વધુ છે
31.2% 34.32% 35.88%


કઈ રીતે તમે બજાજ ફાઈનાન્સ NRI ફિકસ્ડ ડિપોઝીટ માટે અરજી કરી શકો છો ?
બજાજ ફાઈનાન્સ NRI FD માટે અરજી કરવી તે એક સરળ પ્રક્રિયા છે. કોઈ રોકાણ શરૂ કરવા માટે આ પ્રક્રિયા પુરી કરવી પડશે.
• અધિકૃત વેબસાઈટ પર લોગ ઓન કરો.
• ફોર્મ ભરીને ફોન કરો
• તમારી સાથે સંપર્ક કરવા માટે કોઈ પ્રતિનિધિને ઓથોરાઈઝ કરો
• કોઈ પણ જરૂરી દસ્તાવેજો આપો અને ચેક, આરટીજીએસ કે એનઈએફટી ચૂકવણીની રીતોનો ઉપયોગ કરીને રોકાણ કરો.
• જયારે તમે તમામ ઔપચારિકતા વિશે જાણો છો, ત્યારે તમે બજાજ ફિનસર્વ NRI FDની આકર્ષક વિશેષતાઓ પર એક નજર નાંખો.

ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે વધારવામાં આવ્યા એફડીના વ્યાજ દરો
એક NRI તરીકે જ્યારે તમે આ એફડીમાં રોકાણ કરો છો, તો તમે એક આકર્ષક વ્યાજ દરનો લાભ ઉઠાવી શકો છો. પછી તમે કોઈ પણ ઉંમરના હોવ કે તમારી કોઈ પણ પ્રોફાઈલ હોય. એક નિયમિત રોકાણના રૂપમાં તમે પાકતી મુદતે વ્યાજની સાથે ઓછામાં ઓછા 36 મહીનાના કાર્યકાળ પર 8.35% સુધીનું વ્યાજ પ્રાપ્ત કરી શકો છો. જોકે એક વરિષ્ઠ નાગરિક તરીકે ઓછામાં ઓછા 36 મહીના માટે લાગુ દર 8.70 ટકા હોય છે, જેનાથી વધુ લાભ પ્રાપ્ત કરવો શકય બની શકે છે. આ રોકાણની ક્ષમતાને સમજવા માટે તૈયાર કરેલ નીચે આપેલા ઉદાહરણ પર વિચાર કરો.


માની લો કે તમે એક નવા ગ્રાહક, હાલના ગ્રાહક અને વરિષ્ઠ નાગરિકના રૂપમાં 3 વર્ષ માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છો.

ગ્રાહકનો પ્રકાર સમયગાળો (વર્ષમાં) વ્યાજ દર વ્યાજ દર (રૂ.માં) પરિપક્વતા રકમ (રૂ.માં)
નવા ગ્રાહક 3 8.35% 2,71,999 12,71,999
હાલના ગ્રાહક 3 8.45% 2,75,524 12,75,524
વરિષ્ઠ નાગરિક 3 8.70% 2,84,366 12,84,366

લાભનું આશ્વાસન આપનાર ઉચ્ચ વિશ્વસનીયતા અને સ્થિરતા રેટિંગ
આ પ્રસ્તૃતિની પાસે જાણીતી ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ આપેલું સારી સ્ટેબિલિટી અને વિશ્વસનીયતાનું રેટિંગ છે. તેમાં આઈસીઆરએનું ‘MAAA’રેટિંગ અને ક્રિસિલનું ‘FAAA’ રેટિંગ છે, બંને એ દર્શાવે છે કે સેવા આપનાર વિશ્વાસપાત્ર છે અને વ્યાજની તરત જ ચૂકવણી કરે છે. આ સિવાય, તે સેવા આપનારના સંપતિના પોર્ટફોલિયોને મેનેજ કરવાની ક્ષમતાનું પણ પ્રમાણ આપે છે. ક્રિસિલ પાસેથી પાપ્ત ‘FAAA’નો અર્થ એ છે કે આ એફડી ઉચ્ચતમ સુરક્ષા પ્રદાન કરે છે. જ્યારે આઈસીઆરએમાંથી પ્રાપ્ત ‘MAAA’ રેટિંગ એ દર્શાવે છે કે તેની ક્રેડિટની ગણવત્તા ઉચ્ચતમ છે. આ બધાનો અર્થ એ છે કે તમને બજારમાં ઉતાર ચઢાવ અને આર્થિક ફેરફાર છતા લાભ આપવાનું આશ્વાસન આપવામાં આવે છે.


તમારા રોકાણના હેતુને અનુકુળ સમયગાળો
જ્યારે તમે બજાજ ફાઈનાન્સ એનઆરઆઈની એફડીમાં રોકાણ કરો છો, તો તમે એક તમને અનુકુળ હોય તેવા સમયગાળોનો વિકલ્પ પસંદ કરીને પ્રતિસ્પર્ધી વ્યાજ દરોનો આનંદ લઈ શકો છો. એ ત્યારે ખૂબ જ કામ આવે છે, જ્યારે કોઈ વિશિષ્ટ હેતુંને પુરો કરવા માટે તમે રોકાણ કરી રહ્યાં છો, આ માટે તમારે સમય પહેલા રોકાણ કરેલા પૈસા વિડ્રો ન કરવા જોઈએ. આ સિવાય પુરી તૈયારીની સાથે તમે એક લાંબાગાળા માટે રોકાણ કરી શકો છો અને વધુને વધુ લાભ પ્રાપ્ત કરી શકો છો. બજાજ ફાઈનાન્સ NRI એફડીનો ગાળો 12થી 36 મહીના સુધીનો હોય છે. આ સિવાય તમારે એ વાતની ખાસ કાળજી રાખવાની છે કે સતત જમા કરવામાં આવતી રકમોની વચ્ચે 15 દિવસનો ગાળો રાખવો જોઈએ.


આ એફડીમાં રોકાણ કરવું તે પોતાના પોર્ટફોલિયોમાં ઓછું જોખમ વાળા રોકાણને સામેલ કરવાની એક ઉજવળ રીત છે, જે નક્કી કરેલો લાભ આપે છે. ભારત એક વિકાસશીલ અર્થવ્યવસ્થા છે, તમે સારો લાભ પ્રાપ્ત કરી શકો છે, જોકે આ માટે તમારે રોકાણની યોગ્ય રણનીતિનો ઉપયોગ કરવો જરૂરી છે. હાલ જ શરૂ કરો, આ માટે તમારે એટલું જ કરવાનું છે કે online application form ભરીને ફોન કરવાનો છે.

X
How can NRI invest in Bajaj Finance FD?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી