PNB કૌભાંડ / મેહુલ ચોકસીને તુરંત ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત નહીં કરવા હાઈ કોર્ટનો આદેશ

મેહુલ ચોકસીની ફાઇલ તસવીર.
મેહુલ ચોકસીની ફાઇલ તસવીર.

Divyabhaskar.com

Jan 11, 2020, 06:34 AM IST
મુંબઈ: પીએનબી બેન્ક ગોટાળાના મુખ્ય આરોપી હીરાના વેપારી મેહુલ ચોકસીને મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરવાનો અંતિમ ચુકાદો તુરંત જાહેર નહીં કરવો એવો આદેશ હાઈ કોર્ટે હાલમાં આપ્યો છે. આથી એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ (ઈડી)ને આંચકો માનવામાં આવે છે. ચોકસી વિરુદ્ધ ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જ રીતે તેને ભાગેડુ ઘોષિત કરવા માટે વિશેષ પીએમએલએ કોર્ટમાં ખટલો ચાલુ છે.
ઈડીએ શરૂ કરેલી આ કાર્યવાહી વિરુદ્ધ ચોકસીના વકીલે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર હાલમાં જ હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચોકસી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ અને કાર્યવાહી સંબંધિત કાયદાના નિયમ અનુસાર નહીં હોઈ ફક્ત અન્ય વ્યક્તિઓના જવાબને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે એવી દલીલ ચોકસી વતી એડ. વિજય અગ્રવાલે કરી છે.
આ જ રીતે આ ખટલામાં 21 નોંધણીકૃત સાક્ષીદારોની ઊલટતપાસ લેવાની માગણી પણ અરજીમાં કરવામાં આવી છે. આ દાવાનું ઈડી વતી ખંડન કરવામાં આવ્યું છે. ચોકસીને વારંવાર સમન્સસ બજાવવા છતાં તેણે ઉત્તર આપ્યો નથી અને તપાસ અધિકારીઓને સહયોગ કર્યો નથી, એવી દલીલ ઈડી વતી કરાઈ છે. અરજી પરની આગામી સુનાવણી થાય નહીં ત્યાં સુધી ખટલાનો ચુકાદો જાહેર નહીં કરવો એવો વચગાળાનો આદેશ જસ્ટિસ એ એમ બદરની ખંડપીઠે આપ્યો છે. આ અરજી પર ચાર અઠવાડિયા પછી ફરીથી સુનાવણી થવાની છે. ઈડીએ વિશેષ કોર્ટમાં ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરવા માટે અરજી કરી છે.
X
મેહુલ ચોકસીની ફાઇલ તસવીર.મેહુલ ચોકસીની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી