એચડીએફસી બેંકનો MSME લોનમાં ગુજરાતમાં હિસ્સેદારી 12%એ પહોચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કે ગુજરાતના નાના ઉદ્યોગોને રૂ. 15,000 કરોડથી વધુની લોન આપી છે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતમાં બુક થયેલી એચડીએફસી બેંકની માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME) લોન રૂ. 15,000 કરોડના સીમાચિહ્નને વટાવી ગઈ છે. આ સાથે જ નાના ઉદ્યોગોને અપાતી લોનમાં એચડીએફસીની હિસ્સેદારી વધીને 12% જેવી થઇ છે. ગુજરાતમાં છેલ્લાં 15 વર્ષમાં બેન્કે 31 જિલ્લાઓને આવરી લઈ 150થી વધુ શહેર અને નગરમાં 10,000થી પણ વધુ ઉદ્યમોને આર્થિક સહાય પૂરી પાડી છે. એચડીએફસી બેંકના બિઝનેસ બેંકિંગના કન્ટ્રી હેડ સુમંત રામપાલે જણાવ્યું હતું કે, પાછલા અમુક વર્ષોમાં વર્કિંગ કેપિટલ માટે લોન લેવાનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે. અમારી પાસેથી લોન લેવામાં ફાર્મા, ટેકસટાઇલ, એગ્રી ઇન્ડસ્ટ્રી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગો અગ્રેસર છે.

રાજ્યના વધુ 25 શહેર અને નગરમાં વિસ્તરણ કરશે
સુમંત રામપાલે જણાવ્યું હતું કે, એમએસએમઈ એ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને સૌથી વધુ રોજગારી સર્જનારા ક્ષેત્રો પૈકીનું એક છે. અનુકૂળ આવે તેવા નીતિગત માહોલનો લાભ આપનારું ઉદ્યમી રાજ્ય ગુજરાત એમએસએમઈ અને બેંક એમ બંનેને સમાન તકો પૂરી પાડે છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા અમે આ રાજ્યના વધુ 25 શહેર અને નગરમાં વિસ્તરીશું અને અમારા ડિજિટલ પદચિહ્નોને પણ વધારીશું.

MSME બિઝનેસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ 60%થી વધુ
એમએસએમઈ બિઝનેસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં કુલ ટ્રાન્ઝેક્શનના 60 ટકાથી વધુનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો તેમજ સેવાઓમાંથી મોટાભાગનાને બેંકના રીયલ-ટાઇમ ઓનલાઇન સોલ્યુશન્સ (ટ્રેડ ઑન નેટ, નેટ બેંકિંગ અને એસએમઈ બેંક)નો ઉપયોગ કરી ડિજિટલ રીતે પ્રાપ્ત કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...