તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં એચડીએફસી બેંકનો પાંચ વર્ષમાં માર્કેટ શેર બમણો કરવાનો લક્ષ્યાંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવતા ચાર મહિનામાં બેંક રાજ્યમાં 25 નવી શાખાઓ ખોલશે

અમદાવાદ: દેશની ટોચની ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી આવતા પાંચ વર્ષમાં ગુજરાતમાં પોતાનો માર્કેટ શેર બમણો કરવાના લક્ષ્યાંક સાથે રાજ્યમાં પોતાનું બ્રાંચ નેટવર્ક વધારી રહી છે.  ગુજરાતના બેન્કિંગ સેક્ટરમાં બેન્કનો હાલ બજાર હિસ્સો 9% જેટલો છે અને બેંક તેને આવતા 5 વર્ષમાં વધારીને 15-18% કરવા માંગે છે. એચડીએફસી બેંક શહેરી વિસ્તારોની સાથે સાથે સેમી અર્બન અને ગ્રામિણ વિસ્તારોમાં પણ પોતાનું બ્રાંચ નેટવર્ક વધારશે. એચડીએફસી બેંકના ગુજરાત પ્રદેશના હેડ દેબાશિસ સેનાપતિએ જણાવ્યું કે, રાજયમાં અમારી 415 શાખાઓ અને 1,187 એટીએમનુ નેટવર્ક છે. આ શાખાઓમાંથી 51 ટકાથી વધુ શાખાઓ સેમી અર્બન તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. આગામી ત્રણ-ચાર મહિનામાં અમે 25 નવી શાખાઓ શરુ કરીશું. 

ખાનગી બેન્કોમાં સૌથી વધુ NRI ડિપોઝીટ એચડીએફસી બેંકમાં
ગુજરાતમાં માર્ચ 2019 સુધીમાં બિન નિવાસી ભારતીયો (NRI) દ્વારા અંદાજે રૂ. 70,000 કરોડ જમા કરવામાં આવ્યા હતા આમાંથી ખાનગી બેન્કોમાં સૌથી વધુ ડિપોઝીટ એચડીએફસી બેંકમાં થઇ છે. સેનાપતિના જણાવ્યા પ્રમાણે બેન્કની NRI ડિપોઝીટ રૂ. 6,500 કરોડ છે. કચ્છના માધાપર અને ભુજવડીની બ્રાન્ચોમાં સૌથી વધુ NRI ડિપોઝીટ આવે છે.

ડિજીટલ બેન્કિંગ ઉપર વધારે ફોકસ રહેશે
દેબાશિસ સેનાપતિએ જણાવ્યું કે, રાજ્યમાં અમારા 20 લાખથી વધુ ગ્રાહકો છે અને આગામી દિવસોમાં બ્રાંચ નેટવર્ક વિસ્તારવાની સાથે નેટબેંકીંગ, મોબાઈલ બેંકીંગ, વોલેટ ચેટબોટ જેવી તમામ ચેનલો મારફતે સુપિરિયર સર્વિસ ઓફર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અમારો પ્રયાસ રહેશે. બેંકે રાજ્યમાં ડિજીટલ બેંકીંગ વ્યુહરચનાને સામૂહિકપણે વેગ આપીને તથા મલ્ટીપલ પ્લેટફોર્મસનો ઉપયોગ કરી સર્વિસિસ પૂરી પાડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...