ચેતવણી / HDFC બેન્કે તેના ખાતાધારકોને ચેતવ્યા, Any Desk Appનો દૂર ઉપયોગ કરીને હેકર્સ એકાઉન્ટને ખાલી કરી શકે છે

Hackers can evacuate your bank account using the removal of any Desk App

 • આ બાબતે એચડીએફસી બેન્કે લોકોને ચેતવણી આપી
 • કેટલાક ફ્રોડસ્ટર્સને લોકોને ફોન કરીને પણ ઓટીપી માંગી લે છે

Divyabhaskar.com

Jul 16, 2019, 05:44 PM IST

નવી દિલ્હીઃ ઓનલાઈન બેન્કિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. આવા સંજોગોમાં હેકર તમારા એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી શકે છે. આ માટે તેઓ હાલ નવી-નવી રીતોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ નવી રીત UPI બેઝડ ટ્રાન્ઝેક્શનને ટાર્ગેટ કરી રહી છે, કારણ કે હાલ UPI બેઝડ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. આ ફ્રોડથી એટેકર્સ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉઠાવી શકે છે. આ અંગે એચડીએફસી બેન્કે તેના ખાતાધારકોને ચેતવ્યા છે અને આ બાબતે તકેદારી રાખવા જણાવ્યું છે.

લોકોને આ હેકર્સ સરળતાથી મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડમાં યુઝર્સ પાસે એક એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવે છે, જે રિમોટલી તમારા ડેટાને હેકર્સને મોકલે છે. બાદમાં તમારા મોબાઈલમાં આવેલો OTP તે હેકર્સની પાસે જાય છે અને તે સરળતાથી તમારા એકાઉન્ટને ખાલી કરી શકે છે.

આ બાબતે એચડીએફસી બેન્કે લોકોને ચેતવણી આપતા કહ્યું કે ફ્રોડસ્ટર્સ તમને એનીડેસ્ક એપ ડાઉનલોડ કરવાનું કહી શકે છે અને તમારી પાસે 9 ડિજિટનો કોડ માંગશે અને તેનાથી તે તમારા સ્માર્ટફોન પોતાના કન્ટ્રોલમાં લેેશે.

કેટલાક ફ્રોડસ્ટર્સને લોકોને ફોન કરીને પણ ઓટીપી માંગી લે છે. તમે એની ડેસ્કનું નામ તો સાંભળ્યું જ હશે. જો ન સાંભળ્યું હોય તો આ અંગે જણાવી દઈએ કે આ એક નાનું સોફ્ટવેર છે, જે કમ્પ્યુટરને રિમોટલી એક્સેસ કરવાનું કામ કરે છે. આ સોફટવેરને કેટલીક કંપનીઓ કસ્ટમર સપોર્ટ માટે યુઝ કરે છે. જોકે હાલ આ સોફટવેરનો યુઝ ફ્રોડ માટે થઈ રહ્યો છે.

કઈ રીતે ફ્રોડ થાય છે ?

 • સૌથી પહેલા ફ્રોડ કરનાર તમારા વિશે માહિતી એકત્રિત કરે છે
 • યુઝર્સને કોલ કરીને મોબાઈલ કે કમ્પ્યુટરમાં એનીડેસ્ક એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવે છે.
 • એપ ઈન્સ્ટોલ થયા બાદ 9 ડિજિટનો કોડ જેનરેટ થાય છે. આ કોડની માંગ કરવામાં આવે છે.
 • જેવો તમે આ કોડ આપ્યો, બાદમાં તમારા કમ્પ્યુટર કે મોબાઈલનો એક્સેસ ફ્રોડ કરનાર લઈ લે છે.
 • તમારા ફોનને આ એપના સહારે એક્સેસ કરીને બેન્કિંગ સાથે જોડાયેલી એપ્સનો પિન બદલવામાં આવે છે.
 • કોઈ હેકર તમારા સ્માર્ટફોનને કન્ટ્રોલમાં લઈને કઈ પણ કરી શકે છે.
 • ફ્રોડ ટેકનીકમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ પાસવર્ડ, UPI ડીટેલ્સ કલેકટ કરી શકાય છે. એટલે સુધી કે હેકર્સ તમારા નંબરથી કોઈને પણ મેસેજ કરી શકે છે.

શું ન કરવું?

 • તમારા નેટ બેંકિંગના પાસવર્ડ કોઈ માંગે તો ન આપો અથવા તને ફોનમાં સેવ ન કરો. ફોન કરી તમારા બેંક ખાતા સંબંધીત ખાનગી માહિતી જેવીકે પીન નંબર, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી, કાર્ડ એક્સપાયરી ડેટ વગેરે.
 • અજાણી વ્યક્તિ ફોન કરી તમારા કોમ્પ્યુટર કે ફોનને બેંન્કની એપ ઈન્સ્ટોલ કરવામાં કે અન્ય કોઈ મદદ કરવાનું કહે તો ના પીડી દો.
 • કસ્ટમર સર્વિસના નામે આવેલા ફોન નંબર ઉપર રિપ્લાઈ ન કરો. ઓફિસિયલ નંબર ઉપરજ કોલ કરવો.
 • ફોન કરનારની વાતોમાં આવવાના બદલે બેંકે રૂબરૂ જઈ અથવા ફોન કરી વાસ્તવિકતા જાણો. ખોટી રીતે ડરવું નહીં.
X
Hackers can evacuate your bank account using the removal of any Desk App
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી