તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોચના દસ ભારતીય અમીરોમાંથી 5 ગુજરાતી, સતત 8માં વર્ષે મૂકેશ અંબાણી પ્રથમ સ્થાને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સંપત્તિમાં 33% વધારા સાથે ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ટોપ 5માં સામેલ
 • ગુજરાતના 65 ધનાઢ્યોમાંથી સૌથી વધુ અમદાવાદમાં 49 લોકો રહે છે
 • યાદીમાં સામેલ 953 ભારતીયોની કુલ સંપત્તિ દેશના જીડીપીના 27%

1) ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં રૂ. 23,300 કરોડ વધી

આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ગૌતમ અદાણી ગત વર્ષે 8માં સ્થાને હતા જે આ વર્ષે ઉપર 5માં સ્થાને આવી ગયા છે. અદાણીની કુલ સંપત્તિ 2018માં રૂ. 71,200 કરોડ હતી જે 2019માં રૂ. 23,300 કરોડ વધીને રૂ. 94,500 કરોડ થઇ હતી. એક જ વર્ષના સમયમાં તેની સંપત્તિમાં અંદાજે 33%નો વધારો થયો છે.

આ યાદીમાં શામેલ ટોચના 10 ધનાઢ્યોની કુલ સંપત્તિ રૂ. 12.94 લાખ કરોડ થાય છે જયારે યાદીના ગુજરાતી રિચ લોકોની કુલ સંપત્તિ રૂ. 7.57 લાખ કરોડની છે. આ હિસાબે ગુજરાતી અમીરોની હિસ્સેદારી 58.56% જેટલી થાય છે.

રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં કુલ 65 વ્યક્તિઓનો રિચેસ્ટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી 49 લોકો અમદાવાદમાં રહે છે જયારે સુરતમાં 9, રાજકોટમાં 6 અને વડોદરામાં 2 લોકો રહે છે. આ યાદીમાં હીરાના અગ્રણી સવજીભાઈ ધોળકિયા અને બાલાજી વેફર્સના ભીખાભાઈ વિરાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ જુનૈદે જણાવ્યું હતું કે, રિચ લિસ્ટમાં રૂ. 1,000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ભારતીયોને સામેલ કરવામાં આવે છે. ભારત સરકારે 5 ટ્રિલિયન યુએસ ડોલર જીડીપીનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે ત્યારે અમને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષમાં ઇન્ડિયા રિચ લિસ્ટમાં પણ ચારગણું વધશે.

રિચ લિસ્ટની યાદીમાં ભારતીયોની સંખ્યા વર્ષ 2018માં 831 હતી તે વધીને 2019માં 953 થઇ છે. આ યાદીમાં સામેલ ભારતીયોની કુલ સંપત્તિ ભારતના જીડીપીના 27% થવા પામે છે, જેમાં ટોચના 25 જીડીપીમાં 10% હિસ્સો ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ સંપત્તિમાં 2%નો વધારો નોંધાયો છે, જ્યારે કે સરેરાશ સંપત્તિમાં 11%નો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો