ડિરેક્ટ ટેક્સ / સીધા કરવેરાની આવકની રીતે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

Gujarat stands at fifth position in Direct Tax collection in India

  • વર્ષ 2018-19માં રાજ્યમાંથી રૂ. 49,022 કરોડ ડિરેક્ટ ટેક્સની વસુલાત થઇ
  • નિશ્ચિત વ્યવહારો માટે પૅન જણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે

Divyabhaskar.com

Jul 10, 2019, 05:49 PM IST

અમદાવાદ: કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. વર્ષ 2018-19માં દેશમાં સીધા કરવેરા પેટેની આવક રૂ. 11.37 લાખ કરોડ હતી, જેમાંથી ગુજરાતમાંથી રૂ. 49,021.69 કરોડની આવક થઈ હતી. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે માહિતી આપી હતી કે, જુલાઈ 28, 2019ની સ્થિતિએ કુલ 46,10,20,587 પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પૅન) ધારકો છે, જેમાંથી 6,31,84,403 પૅન ધારકોએ આકરણી વર્ષ 2018-19માં આવકવેરા રીટર્ન ભર્યું હતું. ગુજરાતમાં કુલ 2,55,70,715 પૅન ધારકો છે, જેમાંથી 62,27,487 પૅન ધારકોએ આકરણી વર્ષ 2018-19માં આવરવેરા રીટર્ન ભર્યું હતું.

સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત કરતાં આગળનું સ્થાન ધરાવતાં રાજ્યોમાં મહારાષ્ટ્ર (રૂ. 4,25,390.84 કરોડ), દિલ્હી (રૂ. 1,66,405.42 કરોડ), કર્ણાટક (રૂ. 1,19,796.51 કરોડ) અને તામિલનાડુ (રૂ. 74,238.94 કરોડ)નો સમાવેશ થાય છે. સરકારે આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે અનેક પગલાંઓ લીધા છે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા નોન-ફાઇલર મોનિટરીંગ સિસ્ટમ (એન.એમ.એસ.)નો અમલ કરવામાં આવ્યો છે, જે આંતરિક માહિતી અને ત્રાહિત પક્ષો પાસેથી મેળવવામાં વ્યવહારોની માહિતીનું પૃથક્કરણ કરે છે અને એવી વ્યક્તિઓ તેમજ પેઢીઓને ઓળખી કાઢે છે જેમણે ઊંચા મૂલ્યના નાણાંકીય વ્યવહારો કર્યા છે પરંતુ આવકવેરા રીટર્ન ભર્યું નથી.

સરકારે જણાવ્યું હતું કે, નાણાંકીય વિગતોના એકત્રીકરણ અને ચકાસણીની વ્યવસ્થાને વિસ્તૃત બનાવીને સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્સેક્શન (એસ.ટી.એફ.)ના રૂપમાં બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોમાંથી ઊંચા મૂલ્યના ખર્ચાઓની માહિતી મેળવવની પ્રક્રિયાને આવરી લેવામાં આવે છે. કર વહિવટમાં કર પાલન અને માહિતીના અસરકારક ઉપયોગ માટે દરમ્યાનગીરી વિનાની માહિતી સાથેના અભિગમને મજબૂત બનાવા આવકવેરા વિભાગે પ્રોજેક્ટ ઇનસાઇટનો પ્રારંભ કર્યો છે. આ સંકલિત પ્લેટફોર્મ કર-બેઝને વિસ્તૃત બનાવવામાં અને કરચોરોને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સરકારે જણાવ્યું હતું કે, ટી.ડી.એસ. અને ટી.સી.એસ.નો વ્યાપ વધારીને વધારે કરપાત્ર વ્યવહારોને તેમની મર્યાદામાં લાવવામાં આવ્યા છે અને મિલકતો, શેર, બોન્ડ, વિમો, વિદેશ યાત્રા અને ડિમેટ એકાઉન્ટ વગેરે જેવા નિશ્ચિત વ્યવહારો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પૅન) જણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

X
Gujarat stands at fifth position in Direct Tax collection in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી