ઈ-રિક્ષા / રાજકોટમાં બનતી ઇલેક્ટ્રિક રિક્ષા યુરોપના રસ્તાઓ પર દોડશે

Gujarat-based Atul Auto Limited to launch E-Rickshaw in Europe
X
Gujarat-based Atul Auto Limited to launch E-Rickshaw in Europe

  • અતુલ ઓટોની ઈ-રિક્ષાનો યુકેમાં ટ્રાયલ રન સફળ થતાં ત્યાંની સરકારની મંજૂરી મળી ગઈ
  • આવતા ત્રણ-ચાર મહિનામાં લંડન અને પછી એક વર્ષમાં યુરોપમાં લોંન્ચિગ
  • અમદાવાદ નજીક ચાંગોદાર ખાતે રૂ. 400 કરોડના રોકાણ સાથે  બની રહ્યો છે નવો પ્લાન્ટ

Divyabhaskar.com

Jun 26, 2019, 06:03 PM IST

વિમુક્ત દવે, અમદાવાદ: એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી તેવી રાજકોટની અતુલ ઓટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનિટેડ કિંગડમ (યુકે)ના રસ્તાઓ પર દોડતી થઈ જશે. કંપનીએ થોડા સમય પહલાં જ ત્યાનાં નિયમો મુજબ પોતાની યોગ્યતા સાબિત કરી દેતા અતુલ ઓટોને તમામ પ્રકારના એપ્રુવલ મળી ગયા છે. આગામી ત્રણ મહિનામાં યુકેમાં 'મેડ ઇન ઈન્ડિયા'ની ઇલેક્ટ્રિક રિક્ષા લોન્ચ થઈ જશે અને યુકેના રિસ્પોન્સના આધારે એક વર્ષ બાદ યુરોપના અન્ય દેશોમાં પણ રિક્ષા લોન્ચ કરવાનો પ્લાન અતુલ ઓટોએ બનાવ્યો છે. અતુલ ઓટોનો એક પ્લાન્ટ અત્યારે રાજકોટમાં શાપર વેરાવળ ઇંડસ્ટ્રિયલ ઝોનમાં આવેલો છે અને કંપની પોતાનો બીજો પ્લાન્ટ રૂ. 400 કરોડના રોકાણ સાથે અમદાવાદ નજીક ચાંગોદાર ખાતે બનાવી રહી છે. આ નવા પ્લાન્ટમાં મોટાભાગે ઇ-રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવશે.

યુરોપમાં ઇ-રિક્ષા નિકાસ કરનાર ભારતની પહેલી કંપની બનશે

યુકેના પ્રોજેકટ અંગે અતુલ ઓટોના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર જયંતી ચાંદ્રાએ જણાવ્યુ કે, ભારતમાથી ઇલેક્ટ્રિક રિક્ષા યુરોપના બજારમાં નિકાસ થાય તેવું પહેલી વાર થઈ રહ્યું છે. યુકે સરકારના તમામ નોર્મ્સ પરિપૂર્ણ કર્યા બાદ આવું કરવા માટે અમને મોકો મળ્યો છે. અમારા પ્રયત્નો રહેશે કે યુકેના હિસાબે આગામી એક વર્ષમાં અમે યુરોપના અન્ય બજારોમાં પણ પ્રવેશ કરી શકીશું. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતની તુલનાએ યુરોપમાં ઇલેક્ટ્રિક વ્હીકલ 10 વર્ષ અગાઉ જ સ્વીકારાઇ ગયા હતા અને એટલે જ ત્યાંનું બેકવર્ડ ઇંટિગ્રેશન અથવા તો ચાર્જિંગ નેટવર્ક આપણાં કરતાં વધુ મજબૂત અને વ્યવસ્થિત છે.

2. લિથિયમ બેટરી માટે ફોરેન કંપની સાથે જોડાણ કરશે

અતુલ ઓટો ઇ-રિક્ષામાં વપરાતી લિથિયમ બેટરી માટે વિશ્વની બે ટોચની કંપનીઓ સાથે વાત કરી રહી છે અને આગામી એક માહિનામાં આ માટેનું જોડાણ પણ થઈ જશે. જયંતી ચાંદ્રાએ જણાવ્યુ કે, અમે લિથિયમ બેટરી માટે એલજી અને બોસ સાથે વાત કરી રહ્યા છીએ અને આવતા એક મહિનામાં તેને લઈને નિર્ણય થઈ જશે.

3. ભારતમાં પેટ્રોલ પમ્પ ઉપર બેટરી સ્વેપિંગ નેટવર્ક ઊભું કરશે

આપણાં દેશમાં હજુ ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરવા માટે પ્રોપર નેટવર્ક બન્યું નથી આ વાતને ધ્યાનમાં રાખીને અતુલ ઓટો ભારતીય બજારમાં પોતાની ઇ-રિક્ષાના ગ્રાહકોની સગવડતા માટે પેટ્રોલ પમ્પ પર જ બેટરી સ્વેપિંગ માટે નેટવર્ક ઊભું કરશે. આ માટે દેશની ટોચની બે કંપનીઓ સાથે વાત પણ ચાલુ છે અને તેના પર ટૂંક સમયમાં નિર્ણય આવી જશે. જયંતી ચાંદ્રાએ જણાવ્યુ કે, આપણાં દેશમાં રિક્ષા એ રોજગારીનું સાધન છે. બેટરીના કારણે ધંધો અટકી પડે અથવા તો કલાકો સુધી રોકાઈ રહેવું પડે તે પરવડે નહીં. આ માટે જ અમે ચાર્જિંગ સ્ટેશનના બદલે બેટરી બદલી આપવા માટેનું નેટવર્ક ઊભું કરી રહ્યા છીએ.

4. નવા પ્લાન્ટ માટે અંદાજે રૂ. 400 કરોડનું રોકાણ કરશે

અતુલ ઓટોનો એક પ્લાન્ટ રાજકોટ ખાતે 1992થી કાર્યરત છે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 60,000 યુનિટની છે. હવે પોતાના એક્સપાન્શનના ભાગ રૂપે કંપની અમદાવાદ નજીક ચાંગોદર ખાતે એક નવો પ્લાન્ટ બનાવી રહી છે. આ પ્રોજેકટ પાછળ કંપની તબક્કાવાર અંદાજે રૂ. 400 કરોડનું રોકાણ કરશે. અત્યાર સુધીમાં આ પ્લાન્ટ માટે કંપની રૂ. 150 કરોડનું રોકાણ કરી ચૂકી છે. અતુલ ઓટોનો નવો પ્લાન્ટ ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીમાં કાર્યરત થઈ જવાની ધારણા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી