તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ આગામી તા. 1 એપ્રિલથી મોબાઈલ ફોન 6 ટકા મોંઘા થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા હેઠળ મળેલી જીએસટી કાઉન્સિલની 39ની બેઠકમાં મોબાઈલ ફોન પરનો જીએસટી 12 ટકાથી વધારી 18 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. બીજીબાજુ સરકારે હાથથી અને મશીનથી બનાવાતી માચીસ પરનો દર વધારીને 12 ટકા કર્યો છે. એમઆરઓને પ્રોત્સાહન આપવા તેના જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. અગાઉ 18 ટકા વસૂલાત થતી હતી હવે 5 ટકા થશે. જીએસટી નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે અને તેની આમી દૂર કરવા હવે પછીની ત્રણ બેઠકમાં ઇન્ફોસિસના વડા નંદન નિલેકણી હાજર રહેશે.
Finance Minister Nirmala Sitharaman: It was decided to raise the GST rate on mobile phones and specific parts, presently attracting 12% GST, to be taxed at 18%. pic.twitter.com/RnSoRN9sKl
— ANI (@ANI) March 14, 2020
એરક્રાફ્ટ મેન્ટેનન્સ પર સર્વિસ ટેક્સ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો
કાઉન્સિલમાં લેવાયેલા બીજા નિર્ણયો પ્રમાણે માચિસ પર 12 ટકા GST લાગશે. પહેલા હેન્ડ મેડ માચિસ પર 5 ટકા GST લાગતો હતો. GSTના નવા રેટ 1 એપ્રિલથી લાગૂ થશે. તે સિવાય એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર અને ઓવરઓલ સર્વિસ પર GST રેટને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ભારતમાં આ સર્વિસના અભાવના કારણે એરલાઇન્સ કંપનીઓને વિમાનોને મેન્ટેનન્સ માટે વિદેશ મોકલવા પડે છે જેના પર વધારે ખર્ચો થાય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.