ઈન્ડિગો પ્રમોટર વિવાદ / સરકારે એરલાઈન પાસેથી જવાબ માંગ્યો, આજે એરલાઈનના બોર્ડની મીટિંગ પણ થશે

Govt seeks explanation from IndiGo on Gangwal complaint

  • પ્રમોટર રાકેશ ગંગવાલે એરલાઈનના કોર્પોરેટ ગવર્નન્સમાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો
  • ગંગવાલે બીજા પ્રમોટર રાહુલ ભાટિયાન વિરુદ્ધ સેબી અને સરકારને ફરીયાદ કરી હતી

Divyabhaskar.com

Jul 19, 2019, 04:36 PM IST

નવી દિલ્હીઃ સરકારે ઈન્ડિગોના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલની ફરિયાદ પર એરલાઈન પાસે જવાબ માંગ્યો છે. ઈન્ડિગોએ શેરબજારને જણાવ્યું કે આ બુધવારે ફરિયાદના સંબધમાં કોર્પોરેટ મામલાના મંત્રાલયમાંથી પત્ર મળ્યો છે. કંપનીએ જણાવ્યું કે તે નિર્ધારિત સમયની અંદર મંત્રાલયને જવાબ આપશે. કંપની કાનૂન 2013ની ધારા 2016(4) અંતર્ગત સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. ધારા 26 મંત્રાલયને સૂચના માંગવા, બહીખાતોના નિરિક્ષણ કરવા અને પુછપરછ કરવાની શક્તિઓ આપે છે.

ગંગવાલે કહ્યું હતું- ઈન્ડિગોથી સારી પાનની દુકાન ચાલે છે

  • ત્રિમાસિક નાણાકીય પરિણામોને લઈને આજે કંપનીના બોર્ડની બેઠક પણ થનાર છે. આ બેઠકમાં કંપનીના સંચલાનમાં ખામીઓના આરોપો પર પણ ચર્ચા થવાની શકયતા છે. બોર્ડના સભ્યો રાકેશ ગંગવાલની પુછપરછ પણ કરી શકે છે.
  • ગંગવાલ અને ભાટિયાની વચ્ચે ટકરાવ ત્યારે પ્રકાશમાં આવ્યો જયાર ગંગવાલે આરપીટી અને કોર્પોરેટ નિયંત્રણના મુદ્દાને લઈને બજાર નિયામક સેબીને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈન્ડિગોથી સારી પાનની દુકાન ચાલે છે. બાદમાં ભાટિયા કોઈ સરકારી એજન્સી પાસે કંપનીની બેલેન્સ શીટની તપાસ કરાવવા તૈયાર હતા, કારણ કે કંપનીની રીતે જોઈએ તો તેની કાર્યપ્રણાલીમાં કોઈ ખામી નથી.
  • ઈન્ડિગો બોર્ડના કેટલાક સભ્યો કંપનીના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલને એ અંગે સવાલ કરી શકે છે કે અંતે તેમણે એન્જિન બનાવનારી કંપની પ્રેૈટ એન્ડ વ્હિટનીને એન્જિન ઓર્ડર ન આપવાનો નિર્ણય પોતે કેમ લીધો અને બોર્ડ પાસથી આ અંગે સલાહ શા માટે ન લીધી.
X
Govt seeks explanation from IndiGo on Gangwal complaint
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી