રાજીનામું / સુંદર પિચાઈ ગૂગલ ઉપરાંત આલ્ફાબેટ કંપનીના સીઈઓ બન્યા, ત્રણ વર્ષમાં ગૂગલનો એડ રેવન્યૂ 85% વધ્યો

Google co-founders Larry Page and Sergey Brin are stepping down from Alphabet
Google co-founders Larry Page and Sergey Brin are stepping down from Alphabet
ગુગલના સ્થાપક લેરી પેજ અને સુંદર પિચાઇની ફાઇલ તસવીર.
ગુગલના સ્થાપક લેરી પેજ અને સુંદર પિચાઇની ફાઇલ તસવીર.

Divyabhaskar.com

Dec 05, 2019, 03:37 AM IST

વોશિંગ્ટન: ગૂગલના સહ-સંસ્થાપકો લેરી પેજ અને સર્ગેય બ્રિનએ પેરેન્ટ કંપની આલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. જેથી ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની સાથે-સાથે આલ્ફાબેટના પણ CEO બન્યા છે. કોઇપણ ભારતીય કે ભારતીય મૂળના વ્યક્તિ માટે આ ગૌરવની વાત છે.

ગૂગલ બ્લોગ પોસ્ટમાં રાજીનામા અંગે જાહેરાત કરી
બ્રિન અને પેજએ પોતાના રાજીનામા અંગે ગૂગલ બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, કંપનીની સ્થાપનાને 21 વર્ષ થયા છે, જો તે કોઇ માણસ હોત તો આજે પુખ્ત વયનો હોત. હવે તેણે મૂળ છોડી આગળ વધવાનો સમય છે.

પિચાઇને ગૂગલ બ્રાઉઝરના આઇડિયાથી મળી ઓળખ

  • સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયેલા હતા. સુંદરનો પહેલો પ્રોજેક્ટ પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન બ્રાંચમાં હતો. તેઓનું કામ ગૂગલના સર્ચ ટૂલબારને શ્રેષ્ઠ બનાવું અને અન્ય બ્રાઉઝરના ટ્રાફિકને ગૂગલ પર લાવવાનું હતું.
  • આ દરમિયાન તેઓએ સુચન કર્યુ કે, ગૂગલે પોતાનું બ્રાઉઝર લૉન્ચ કરવું જોઇએ. આ આઇડિયાથી તેઓ લેરી પેજની નજરમાં આવ્યા.
  • એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને 2008માં ગૂગલ ક્રોમના લૉન્ચિંગમાં તેઓની ભૂમિકા મોટી રહી. પછી તેઓ ગૂગલ ડ્રાઇવ પ્રોજેક્ટનો હિસ્સો બન્યા. માર્ચ 2013માં સુંદર એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયેલા. પહેલાં આ જવાબદારી એન્ડી રૂબિનની પાસે હતી.
  • ઉલ્લેખનીય છે કે, દુનિયાને ગુગલ ક્રોમ, ગુગલ ડ્રાઇવ અને એન્ડ્રોઇડને ગુગલ સાથે જોડવાનો શ્રેય પણ સુંદર પિચાઇને જ જાય છે.

પિચાઈ CEO બન્યાં બાદ ગુગલની રેવન્યૂ 83% અને નફો 88% વધ્યો
1998માં શરૂ થયેલી ગુગલ કંપનીના પહેલાં સીઈઓ લેરી પેજ હતા. તેઓએ 2001માં રાજીનામું આપ્યું. 2001થી 2011 સુધી એરિક શિમટ સીઈઓ રહ્યાં. 2011માં લેરી પેજ ફરી સીઈઓ બન્યાં. તે સમયે કંપનીનું માર્કેટ કેપ 180 અબજ ડોલરની આસપાસ હતું. રેવન્યૂ 37.9 અબજ ડોલર અને નફો 9.7 અબજ ડોલર હતું. તેઓએ 2015માં રાજીનામું આપ્યું અને સુંદર પિચાઈ સીઈઓ બન્યાં. ત્યારે ગુગલનું માર્કેટ કેપ 450 અબજ ડોલર, રેવન્યૂ 75 અબજ ડોલર અને નફો 16.3 અબજ ડોલર હતો. એટલે કે લેરી પેજ સાડા ચાર વર્ષના કાર્યકાળમાં માર્કેટ કેપ 150%, રેવન્યૂ 97% અને નફો 68% વધ્યો.

કંપનીના હાલના માર્કેટ કેપ 816 અબજ ડોલર છે. એટલે કે સુંદર પિચાઈના 4 વર્ષના કાર્યકાળમાં માર્કેટ કેપમાં 82%નો વધારો થયો છે. જ્યારે કંપની 2018માં રેવન્યૂ 136.8 અબજ ડોલર અને નફો 30.7 અબજ ડોલર રહ્યો. આ હિસાબે 2015ની તુલનાએ રેવન્યૂ 83% અને નફો 88% થયો.

છેલ્લા ચાર વર્ષમાં ગૂગલનું એડ રેવન્યૂ

વર્ષ રેવન્યૂ (રૂપિયામાં)
2015 4.35 લાખ કરોડ
2016 5.55 લાખ કરોડ
2017 6.10 લાખ કરોડ
2018 8.31 લાખ કરોડ

માર્કેટકેપમાં આલ્ફાબેટ વિશ્વની ત્રીજી મોટી કંપની


કંપની માર્કેટ કેપ (રૂપિયા)

એપલ- 82.55 લાખ કરોડ
માઈક્રોસોફ્ટ- 81.62 લાખ કરોડ
આલ્ફાબેટ- 64 લાખ કરોડ
એમેઝોન- 62.88 લાખ કરોડ
ફેસબુક- 40.63 લાખ કરોડ

ગૂગલે 2011માં પિચાઈને પાંચ કરોડ ડોલર આપીને રોકી લીધા હતા
ટિ્વટરે 2011માં પિચાઈને જોબ ઓફર કરી હતી, પરંતુ ગૂગલે તેમને રૂ. પાંચ કરોડ ડોલર (રૂ. 305 કરોડ) આપીને રોકી લીધા હતા. જૂના એક ઈન્ટરવ્યૂમાં પિચાઈએ કહ્યું હતું કે અમેરિકા જતા પહેલાં મારી પાસે કમ્પ્યુટર પણ ન હતું. પરિવારે ટેલિફોન કનેક્શન માટે પાંચ વર્ષ રાહ જોવી પડી હતી. ઘરમાં ફોન આવ્યો તો પાડોશીઓ તેમનાં સંતાનોને કોલ કરવા આવતા હતા, જેના કારણે સામાજિક જોડાણ વધ્યું હતું, પરંતુ આવા અનુભવોથી જ મને ટેક્નોલોજીની શક્તિનો અંદાજ આવ્યો હતો.

ચેન્નાઈમાં જન્મેલા પિચાઈને US મોકલવા પિતાએ દેવું કર્યું હતું
1972માં ચેન્નાઈમાં જન્મેલા સુંદરરાજન પિચાઈને દુનિયા સુંદર પિચાઈના નામે ઓળખે છે. તેમણે આઈઆઈટી, ખડગપુરમાંથી બેચલર કર્યું અને પોતાની બેચમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો. જેથી એન્જિનિયરિંગ કર્યા પછી વધુ અભ્યાસ માટે તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી. ત્યાં એમએસ કર્યા પછી પિચાઈએ વોર્ટન યુનિ.માંથી એમબીએ પણ કર્યું. એ વખતે તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે પિતાએ સુંદરની એર ટિકિટ લેવા પણ દેવું કરવું પડ્યું હતું.


ભાસ્કર વિશેષ/ગૂગલના પિચાઇના 47મા જન્મદિને ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસ સાથે વિશેષ વાતચીત વાંચવા અહીં ક્લિક કરો

X
Google co-founders Larry Page and Sergey Brin are stepping down from Alphabet
Google co-founders Larry Page and Sergey Brin are stepping down from Alphabet
ગુગલના સ્થાપક લેરી પેજ અને સુંદર પિચાઇની ફાઇલ તસવીર.ગુગલના સ્થાપક લેરી પેજ અને સુંદર પિચાઇની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી