ભાવ-વધઘટ / સોનાનો ભાવ 20 દિવસમાં 1,000થી 1,500 રૂપિયા સુધી ઘટી શકે છે, શ્રાદ્ધપક્ષમાં માંગ ઘટશેઃ એક્સપર્ટ

Gold prices may drop by Rs 1,000 to Rs 1500 in 20 days

  • શ્રાદ્ધપક્ષ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર સુધી રહેશે
  • આંતરરાષ્ટ્રીય બજારમાં એક સપ્તાહમાં સોનાનો ભાવ 4% ઘટ્યો

Divyabhaskar.com

Sep 11, 2019, 04:43 PM IST

બિઝનેસ ડેસ્કઃ સોનાની કિંમતમાં ઘટાડો અગામી સમયમાં પણ જોવા મળી શકે છે. કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં શ્રાદ્ધપક્ષના કારણે ખરીદી ઓછી રહેશે. આ મહીનાના અંત સુધીમાં સોનાનો ભાવ 1,000 રૂપિયાથી 1,500 રૂપિયા પ્રતિ 10 ગામ સુધી નીચે જઈ શકે છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 38,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એક સપ્તાહમાં ભાવ 60 ડોલર ઘટ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4 સપ્ટેમ્બરે 6 વર્ષના ઉચ્ચે સ્તર 1,557 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું, જોકે હવે તેનાથી લગભગ 60 ડોલર નીચે આવી ચુક્યું છે. કેડિયાના જણાવ્યા પ્રમાણે, પિતૃ પક્ષ દરમિયાન ઘરેલું બજારમાં માંગ ઓછી રહેશે, આ કારણે કિંમત ઘટી શકે છે. શ્રાદ્ધપક્ષ13 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી રહેશે. જોકે તહેવાર અને લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં રિકવરી થશે, આ સિવાય ભાવ નવા સ્તર પર પણ પહોંચી શકે છે.

કોમોડિટાના ટેક્નિકલ એનાલિસ્ટ રાજીવ કપૂરના જણાવ્યા પ્રમાણે સોનુ 38,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક છે. આંતરરાષ્ટ્રીય કારણોથી ઘટાડો આવે છે તો ભાવ 37,400 સુધી ઘટી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રેટ 1,480 ડોલર પ્રતિ ઔંસની નીચે આવે છે તો ઘરેલુ બજારમાં ભાવ 35,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે. જોકે તેની શકયતા ખૂબ જ ઓછી છે.

અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બજારોમાં સોનાનો ભાવ છેલ્લા થોડા દિવસોમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. કારણ કે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે લોકોએ સોનામાં ખરીદી વધારી દીધી હતી. જોકે ભાવ ઉપરના સ્તરે ટકી શક્યો ન હતો.

29 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ

7 દિવસમાં સોનુ લગભગ 1,000 રૂપિયા સસ્તુ થયું

તારીખ ભાવ(રૂપિયા/10 ગ્રામ)
29 ઓગસ્ટ 39,072
30 ઓગસ્ટ 38,816
3 સપ્ટેમ્બર 38,987
4 સપ્ટેમ્બર 39,248
5 સપ્ટેમ્બર 39,271
6 સપ્ટેમ્બર 38,548
9 સપ્ટેમ્બર 38,380
11 સપ્ટેમ્બર 38,099

(ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ)

X
Gold prices may drop by Rs 1,000 to Rs 1500 in 20 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી