કોમોડિટી / સોનું 300 રૂપિયા ઉછળી રૂ. 36,000ના રેકોર્ડ સ્તરે, કરન્સી માર્કેટમાં રૂપિયામાં ઝડપી ઘટાડો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સોનામાં ઊંચા ડ્યૂટી ભારણથી મજબૂતી

Divyabhaskar.com

Jul 19, 2019, 02:36 AM IST

અમદાવાદ: સેફ હેવન સોનું સૌપ્રથમવાર રૂ. 36000ની સપાટીએ આંબ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ.300 સુધરેલું સોનું વધુ એક નવી ઊંચાઇએ સ્પર્શવા સાથે ચાંદી પણ કિલોદીઠ રૂ. 800 વધી રૂ. 40500 મુકાતી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે 15 પૈસાના ઘટાડા સાથે 68.97 બંધ રહ્યો હતો.સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યૂટી 2.5 ટકા વધારી 12.5 ટકા અને જીએસટી 3 ટકા સાથે 15.5 ટકા જેટલું ઊંચું ડ્યુટી ભારણ લાદ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1420 અને ચાંદી 16 ડોલરની સપાટી કુદાવી

જિઓ પોલિટિકલ ઇસ્યુ, સેફહેવન સોનામાં સેન્ટ્રલ બેન્ક્સ ઉપરાંત રોકાણકારોની વધતી ડિમાન્ડથી તેજીને વેગ મળ્યો છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વની મહિનાના અંતમાં મળનારી બેઠકમાં 0.50 બેસિસ પોઇન્ટનો રેટ કટ આપશે તેવા અહેવાલે હેજફંડોની પણ ખરીદી સતત વધી રહી છે. એસપીડીઆર ગોલ્ડ ઇટીએફનું હોલ્ડિંગ જૂન માસમાં 1.5 અબજ ડોલરનું રોકાણ રોકાણકારોએ કર્યું હતું જેનો પણ સપોર્ટ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1420 અને ચાંદી 16 ડોલરની સપાટી કુદાવી 16.10 ડોલર ક્વોટ થઇ રહી છે.

સોનું 37000, ચાંદી 43500 થઇ શકે

બી.ડી.જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1500 ડોલર થવા સાથે સ્થાનિકમાં ભાવ ઉંચકાઇ 37000ની સપાટી કુદાવી શકે છે. સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજીના સંકેતો છે. ચાંદી ઉપરમાં 43500 પહોંચી શકે.

તેજીનાં મુખ્ય પાંચ કારણો

-જિઓ ટેન્શન, ટ્રેડવોરના કારણે સેફહેવન બાઇંગ વધ્યું
-રૂપિયામાં રકાસથી સોનાની આયાત મોંઘી બની
-ફેડ 0.50 બેસિસ પોઇન્ટ રેટ કટ આપે તેવી આશા
-ઇક્વિટી-ડેટ, બોન્ડમાંથી રોકાણકારો ગોલ્ડ તરફ વળ્યાં
-હેજફંડો, સેન્ટ્રલ બેન્ક તથા SPDR ગોલ્ડ ઇટીએફનું વધતું હોલ્ડિંગ સોનામાં તેજીના મુખ્ય કારણ ગણાય છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી