અમદાવાદ / સોનું રૂ. 800 વધી રૂ. 35,800 રેકોર્ડ સ્તર નજીક

Gold  price hike 800 rupees hits 35,800  levels

Divyabhaskar.com

Jul 12, 2019, 01:37 AM IST

અમદાવાદ: ફેડરલ રિઝર્વ અધ્યક્ષ જેરોમ પોવેલે વ્યાજદરમાં 0.50 બેસિસ પોઇન્ટ ઘટાડાના સંકેત આપતા સોનામાં ઝડપી તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 25 ડોલર સુધી ઉંચકાઇ 1426 ડોલર પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 800 વધી રેકોર્ડ સપાટી નજીક 35800 બોલાઇ ગયું છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત રહેતા સ્થાનિકમાં ઝડપી તેજી અટકી છે.

ચાંદી 200ના સુધારા સાથે 38500

હાજર બજારની તુલનાએ એમસીએક્સ વાયદામાં સોનાએ ઓલટાઇમ હાઇ 35145ની સપાટી નોંધાવી હતી. વૈશ્વિક સ્લોડાઉન, ડોલરમાં ઘટાડો, જિઓ પોલિટીકલ ક્રાઇસીસના કારણે હેજફંડો, સેન્ટ્રલ બેન્કની ખરીદી તથા એસપીડીઆર ગોલ્ડનું હોલ્ડિંગ સતત વધી રહ્યું છે જેનો સોનાની તેજીને સપોર્ટ મળી રહ્યાંનું બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે. ચાંદી 200ના સુધારા સાથે 38500 બોલાતી હતી.

X
Gold  price hike 800 rupees hits 35,800  levels
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી