બેંગલરુ / રોકાણકારો પાસેથી 2000 કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા આઈએમએના ફાઉન્ડરે કહ્યું- આત્મહત્યા કરી રહ્યો છું

Founder of the IMA, who has taken away Rs 2000 crore from investors, said,
X
Founder of the IMA, who has taken away Rs 2000 crore from investors, said,

  • ઈસ્લામિક બેન્કિંગ અને હલાલ રોકાણ ફર્મ આઈએમએના રોકાણકારોએ કંપનીની ઓફિસ પર પ્રદર્શન કર્યું
  • ફાઉન્ડર મોહમ્મદ મંસૂર ખાનનો કથિત ઓડિયો વાયરલ, કહ્યું- નેતાઓને લાચ આપતા-આપતા થાકી ગયો 


 

Divyabhaskar.com

Jun 11, 2019, 04:25 PM IST

બેંગલરુંઃ ઈસ્લામિક બેન્કિંગ અને હલાલ રોકાણ ફર્મ આઈ મોનિટર એડવાઈઝરી(આઈએમએ)ના અંસખ્ય રોકાણકારોએ મંગળ કંપનીની ઓફિસ પર પ્રદર્શન કર્યું. ફરાર થઈ ગયેલા આઈએમએના ફાઉન્ડર મોહમ્મદ મંસૂર ખાનનો કથિત ઓડિયો બહાર આવ્યો છે, જેમાં ખાને કહ્યું છે કે તે આત્મહત્યા કરી રહ્યાં છે. તે નેતાઓ અને અધિકારીઓને લાંચ આપતા-આપતા થાકી ગયો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ભારત અને કેટલાક અન્ય દેશોમાં આઈએમએના 10,000 રોકાણકાર છે, જેમણે કંપનીમાં 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

રોકાણકારોએ કહ્યું- ચૂંટણી પહેલા રિટર્ન મળવાનું બંધ થઈ ગયું હતું

આઈએમના ફાઉન્ડર ખાને ઓડિયોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને શિવાજીનગરના ધારાસભ્ય આર રોશન બેગ પર પણ આરોપ લગાવ્યો છે. ખાને કહ્યું છે કે ધારાસભ્ય બેગે તેમના 400 કરોડ રૂપિયા પરત કરવાથી ઈન્કાર કર્યો છે. તેમના જીવનેે પણ ખતરો હતો. પરંતુ પોલિસ એ જાણી શકી નથી કે શું ખાને હક્કીતમાં આત્મહત્યા કરી લીધી છે. ખાન અને તેમના પરિવારના સભ્યોની શોધખોળ તેજી કરવામાં આવી છે.

એક રોકાણકારે કહ્યું કે ગત વર્ષે 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 9 મહીના સુધી તેને રિટર્ન મળ્યું, પરુંતુ ચૂંટણી શરૂ થવા પર આઈએમએ કહ્યું કે કેશનો ઘટાડો થયો છે. આ કારણે 2 મહીનાની રાહ જોવો. 2 દિવસ પહેલા આઈએમએના માલિકને મેસેજ મળ્યો કે તે સુસાઈડ કરી રહ્યાં છે.  

ખાનની ઓડિયો ક્લિપ વોટ્સઅપ પર વાયરલ થયા બાદ ઘણાં રોકાણકારોએ સોમવારે પણ શિવાજીનગર સ્થિત આઈએમએના શોરૂમ પર હુમલાની કોશિશ કરી. પોલિસે સ્થિતિ સંભાળી લીધી.

2006માં શરૂ થયેલા આઈએમએ દ્વારા રોકાણકારોને દર મહિને 14થી 18 ટકા સુધીના રિટર્નનો વાયદો કરવામાં આવ્યો હતો. તેના મોટા ભાગના રોકાણકારો મુસ્લિમ સમુદાયના લોકો છે. આઈએમએનો જ્વેલરી, રિઅલ એસ્ટેટ, બુલિયન ટ્રેડિંગ, ફાર્મસી, પબ્લિશિંગ, એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટરમાં કારોબાર ફેલાયેલો છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી