એપોઇન્ટમેન્ટ / ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ભૂતપૂર્વ કોર્પોરેટ અફેર્સ સેક્રેટરી તપન રેની નિમણૂક

Former Corporate Affairs Secretary Tapan Ray appointed as Managing Director of Gift City

  • તપન રે ગુજરાત અને ભારત સરકારની વિવિધ કંપનીઓમાં કોર્પોરેટ અનુભવ ધરાવે છે

Divyabhaskar.com

Jun 11, 2019, 06:22 PM IST

અમદાવાદ: ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર અને ઓપરેશનલ સ્માર્ટ સિટી ગિફ્ટ સિટીએ ભૂતપૂર્વ કોર્પોરેટ અફેર્સ સેક્રેટરી અને ગુજરાત કેડરનાં આઇએએસ અધિકારી તપન રેની પોતાના આગામી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ત્રણ દાયકાથી વધારે સમયગાળાની કારકિર્દીમાં રેએ ભારત સરકારનાં સંરક્ષણ, કાપડ, વીજ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા આયોજન મંત્રાલયોમાં કેટલીક ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. તેમણે ગુજરાત સરકારનાં નાણાં વિભાગનાં અગ્ર સચિવ તરીકે પણ સેવા આપી છે.

તપન રે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ કંપનીઓમાં 12 વર્ષથી વધારે સમયગાળાનો કોર્પોરેટ અનુભવ ધરાવે છે તથા આશરે પાંચ વર્ષ સુધી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગ્રૂપનાં મેનેજિંગ ડિરેક્ટર હતાં. 1982ની બેચનાં ગુજરાત કેડરનાં આઇએએસ અધિકારી રેને તાજેતરમાં વચગાળાના ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે વધારાની જવાબદારી સુપરત કરવામાં આવી હતી. ઉપરાંત તેમણે સંરક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ તથા સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)નાં બોર્ડમાં પણ કામ કર્યું છે. પોતાની નવી પોઝિશનમાં તપન રે ગિફ્ટ સિટીની વ્યૂહાત્મક વૃદ્ધિ માટે જવાબદાર રહેશે.

X
Former Corporate Affairs Secretary Tapan Ray appointed as Managing Director of Gift City
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી