તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Finance Minister Nirmala Sitharaman In Action Mode To Eliminate Economic Sluggishness, Said Ministries Will Get Money In Time

આર્થિક સુસ્તી દૂર કરવાના સતત પ્રયાસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કહ્યું મંત્રાલયોને સમયે પૈસા મળી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિર્મલા સીતારમણે અગ્રણી મંત્રાલયોના નાણાંકીય સલાહકારો સાથે બેઠક કરી
  • નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે દરેક મંત્રાલયને સમયે પૈસા મળે

મુંબઈઃ આર્થિક સુસ્તી દૂર કરવા માટે કેન્દ્રની મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરકાર તરફથી આર્થિક બાબતે સતત નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ અંતર્ગત શુક્રવારે નિર્મલા સીતારમણે ફાઈનાન્સ સેક્રેટરીસ અને મહત્વના મંત્રાલયોના નાણાંકીય સલાહાકારો સાથે બેઠક કરી હતી.


બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાં મંત્રાલય નક્કી સમયમાં વિવિધ મંત્રાલયોને ફન્ડ આપવાના મુદ્દા પર વિચાર કરી રહ્યું છે. નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે દરેક મંત્રાલયને સમયે પૈસા મળે. ઉલ્લેખનીય છે કે મંત્રાલયોને ખર્ચના પૈસા નાણાં મંત્રાલય તરફથી આપવામાં આવે છે. જોકે નાણાં મંત્રાલય આ પૈસા નક્કી સમયમાં આપી શકતું નથી. આ નિર્ણયના પગલે વિવિધ મંત્રાલયોના કામકાજમાં ઝડપ આવવાની શકયતા છે.


બેઠક બાદ સેક્રેટરી ગિરીશ ચંદ્ર મુર્મૂે કહ્યું કે અમે સેક્રેટરીઓને અપીલ કરીએ છે કે તેઓ તે એજન્સીની દેખરેખ કરે જે ખર્ચના મામલા સાથે સંકળાયેલી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે તે પણ સુનિશ્ચિત કરીશું કે માસિક અને ત્રિમાસિક ધનની રકમ ઈસ્યુ કરવામાં વિલંબ ન થાય.

અન્ય સમાચારો પણ છે...