અર્થવ્યવસ્થા / નાણાં મંત્રી સીતારમણે કહ્યું- જરૂરિયાત પડી તો અર્થવ્યવસ્થાને સુધારવા માટે સરકાર બીજા પગલા ભરશે

Finance Minister Sitharaman says government will take other steps to improve economy if need be

  • આ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 11 વર્ષમાં સૌથી ઓછો 5 ટકા રહેવાનું અનુમાન
  •  ‘વિવાદથી વિશ્વાસ’ સ્કીમ પર નાણાં મંત્રીએ કહ્યું કે મંત્રાલય ઝડપથી સ્કીમની વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવશે 

Divyabhaskar.com

Feb 14, 2020, 05:23 PM IST

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે જો જરૂરિયાત પડી તો સરકાર બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો સિવાય બીજા પગલાઓ પણ ભરશે. ‘બજેટ એન્ડ બિયાંડ’કાર્યક્રમમાં એસેટ મેનેજમેન્ટ, વેલ્થ એડવાઈઝરી, ટેક્સ કન્સલટન્સી અને સંબંધિત ઉદ્યોગોના પ્રોફેશનલ્સ સાથેની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે બજેટ 2020માં કરવામાં આવેલી જાહેરાતો સિવાય પણ બીજા પગલા ઉઠાવવા પડશે તો સરકાર તેના માટે તૈયાર છે.
ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા વિવાદો માટેની ‘વિવાદથી વિશ્વાસ’ સ્કીમ પર નાણાં મંત્રીએ કહ્યું કે મંત્રાલય ઝડપથી સ્કીમની વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવશે. અર્થવ્યવસ્થાને સુધારવા માટે સરકારે બજેટમાં ઘણી જાહેરાતો કરી છે. હાલના નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 11 વર્ષમાં સૌથી ઓછો 5 ટકા પર રહેવાનું અનુમાન છે.

ક્રેડિટ ગેરન્ટી ફન્ડ પર કેબિનેટની મંજૂરી લેશે નાણાં મંત્રાલય
ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને ફન્ડ ઉપલબ્ધ કરાવવા માટે નાણાં મંત્રાલય ઝડપથી કેબિનેટ નોટ લાવશે. સરકારી સંસ્થાઓ જેવી કે આઈઆઈએફસીએલ, પીએફસી અને આરઈસી સહિત બીજી કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરીને મંત્રાલય ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરન્ટી એનહાન્સમેન્ટ કોર્પોરેશન ફન્ડ બનાવવા માંગે છે. ક્રેડિટ ગેરન્ટી એનહાન્સમેન્ટ કોર્પોરેશન ફન્ડ બનાવવાની જાહેરાત આ વખતે બજેટમાં કરવામાં આવી હતી. ફન્ડ બન્યા બાદ તેની ઓથોરાઈઝડ કેપિટલ 20,000 કરોડ રૂપિયા થઈ શકે છે. અગામી પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને પુરા કરવા માટે 103 લાખ કરોડ રૂપિયાની જરૂરિયાત પડશે.

X
Finance Minister Sitharaman says government will take other steps to improve economy if need be

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી