• Home
  • Business
  • The second phase of capital for general insurance companies may be announced

બજેટ 2020 / જનરલ ઈન્શ્યોરન્સની સરકારી કંપનીઓ માટે બીજા તબક્કાની મૂડીની જાહેરાત થઈ શકે છે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે

  • નેશનલ ઈન્શ્યોરન્સ સહિત 3 કંપનીઓને ગત મહિને 2500 કરોડ રૂપિયાની મૂડી મળી ચૂકી છે
  • આ કંપનીઓને 10 હજારથી 12 હજાર કરોડ રૂપિયા સુધીની વધારાની મડીની જરૂરઃ રિપોર્ટ 

Divyabhaskar.com

Jan 30, 2020, 12:25 PM IST

નવી દિલ્હીઃ જનરલ ઈન્શ્યોરન્સની સરકારી કંપનીઓ માટે બજેટમાં બીજા તબક્કાની મૂડીની જાહેરાત થઈ શકે છે. સરકારે ત્રણે કંપનીઓ- નેશનલ ઈન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ માટે ગત મહિને 2,500 કરોડ રૂપિયાની મૂડી ફાળવી હતી. ન્યુઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, આ કંપનીઓને જરૂરી માર્જિન માટે 10 હજારથી 12 હજાર કરોડ રૂપિયાની વધારાની મૂડીની જરૂર છે.

ત્રણે કંપનીઓના મર્જરની યોજના

ઈન્શ્યોરન્સ કંપનીઓને મૂડી મળવાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. આ સિવાય તેમને મર્જરમાં પણ મદદ મળશે. 2018-19ના બજેટમાં તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલીએ ત્રણે કંપનીઓનું મર્જર કરીને એક કંપની બનાવવાની જાહેરાત કરી હતી. જોકે કંપનીઓની નાણાંકીય હાલત સારી ન હોવાને કારણે મર્જર થઈ શકયું ન હતું. ન્યુઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, મર્જર બાદ બનનાર કંપનીના શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.

મર્જર બાદ બનનાર કંપની દેશની સૌથી મોટી નોન-લાઈફ ઈન્શ્યોરન્સ કંપની બનશે. તેની વેલ્યુએશન 1.2 લાખ કરોડથી 1.5 કરોડ રૂપિયા સુધી થવાનું અનુમાન છે. 2017માં ઈન્શ્યોરન્સ સેકટરની બે સરકારી કંપનીઓ- ન્યુ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની અને જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન શેરબજારમાં લિસ્ટ થઈ હતી.

X
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશેનાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી