તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેહુલ ચોકસીના વકીલે કહ્યું- કોર્ટના ચૂકાદા પહેલા કોઈ દોષી હોતું નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 14,000 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાનો આરોપી મેહુલ ચોકસી હાલ એન્ટીગુઆ-બારબુડામાં છે
  • ત્યાંના વડાપ્રધાને કહ્યું હતું- ચોક્સીને કાયદાકીય વિકલ્પ પુરા થતાની સાથે જ ભારત મોકલાશે
  • ભારતીય વકીલે કહ્યું- ચોક્સીને કાયદાકીય સલાહ લેવાનો હક, તે પોતાને નિર્દોષ સાબિત કરી દેશે

નવી દિલ્હીઃ પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે ગુરુવારે કહ્યું કે કોર્ટ જ્યાં સુધી કોઈ વ્યક્તિને દોષી ઠેરવતી નથી, ત્યાં સુધી તે નિર્દોષ છે. ચોકસીના વકીલે એન્ટીગુઆ-બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનના નિવેદન બાદ પ્રતિક્રિયા આપી હતી. બ્રાઉને કહ્યું હતું કે મેહુલ ચોક્સી દગાબાજ છે. તેને કાયદાકીય વિકલ્પ ખત્મ થયા બાદ ભારત મોકલવામાં આવશે.

ગંભીર બીમારીઓને કારણે ચોકસી ભારત આવી શકતો નથીઃ વકીલ


ચોક્સીના વકીલનું કહેવું છે કે તેમનો અસીલ કાયદાનુંુ પાલન કરે છે. તે ઈલાજ માટે વિદેશ આવ્યો હતો. તે સમયે કોઈ ક્રિમિનલ કાર્યવાહી પેન્ડિંગ ન હતી. ગંભીર બીમારીઓના કારણે તે ભારત આવી શકે તેમ નથી. તેને કાયદાકીય સહાયતા લેવાનો અધિકાર છે.


ગેસ્ટન બ્રાઉને ગુરૂવારે કહ્યું હતું કે ભારતીય એજન્સીઓ ઈચ્છે તો એન્ટીગુઆ-બારબુડા આવીને ચોકસીની પૂછપરછ કરી શકે છે. તેમણે કહ્યું કે અમારા અધિકારીઓએ ભારતની જાણકારીના આધારે જ ચોકસીને નાગરિકતા આપી હતી. તે ખરાબ વાત છે કે ભારતીય અધિકારીઓએ પહેલા જ તેને ક્લીન ચીટ આપી અને બાદમાં દગાબાજ હોવાની માહિતી આપી.


14,000 કરોડ રૂપિયાના પીએનબી ગોટાલો ખુલાસો ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો. ચોકસીએ જાન્યુઆરીમાં જ એન્ટીગુઆ-બારબુડાની નાગરિક્તા પ્રાપ્ત કરી લીધી હતી. ચોક્સીનો ભાણીયો નીરવ મોદી પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. તે લંડનની જેલમાં છે. ભારતીય એજન્સીઓની અપીલ પર આ વર્ષે માર્ચમાં લંડનની કોર્ટે તેની વિરુદ્ધ પ્રત્યાર્પણ વોરન્ટ ઈસ્યુ કર્યું હતું. બાદમાં નીરવની ધરપકડ કરવામાં આવી હતી.