યોજના / ઈશા અંબાણી જિયોથી મહિલાઓને ડિજિટલી સશક્ત બનાવશે

Esha Ambani will make Geo a digital enthusiasm for women

  • જિયોએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી બોડી જીએસએમ સાથે કનેક્ટેડ વૂમન ઈનિશિએટ સાથે પાર્ટનરશીપ કરી
  • મોબાઈલ ઈન્ટરનેટ, મોબાઈલ મની સર્વિસના ઉપયોગમાં મહિલાઓને થનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે

Divyabhaskar.com

Jul 16, 2019, 02:58 PM IST

મુંબઈઃ રિલાયન્સ જિયોએ ગ્લોબલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી બોડી જીએસએમએની કનેક્ટેડ વૂમન પહેલ સાથે જોડાવવાની જાહેરાત કરી છે. ડિજિટલ લિટરેસીમાં જેન્ડર ગેપ દૂર કરવા માટે આ મુવમેન્ટ ચલાવવામાં આવશે. આ અંતર્ગત જિયો અને જીએસએમએ મહિલાઓ માટે ડિજિટલ સેવાઓનું એક્સેસ અને ઉપયોગ વધારવા માટે કામ કરશે.

રિલાયન્સ જિયોના ડાયરેક્ટર ઈશા અંબાણીએ સોમવારે કહ્યું કે છેલ્લા એક દશકામાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેક્નીકના ગ્રોથમાં ખૂબ જ તેજી આવી છે. આ કારણે મહિલા સશક્તિકરણની તકો ખાસ વધી છે. સૂચના અને શિક્ષાનું એક્સેસ વધવાથી જીવન સ્તરમાં સુધારો થઈ રહ્યો છે. જિયો તમામ ભારતીયોના સપના સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ઈશાએ કહ્યું કે જીએસએમ અને સર્વિસ પ્રોવાઈડર્સને મળીને મહત્વના સામાજિક-આર્થિક ફાયદા આપી શકે છે અને મહિલાઓનું જીવન બદલી શકે છે.

દેશમાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેકનીકથી છેલ્લા થોડા વર્ષોમાં એજ્યુકેશન અને મનોરંજનની રીતમાં ફેરફાર આવ્યો છે. જોકે એફોર્ડેબલ સેવાઓની અછત અને કેટલાક અન્ય કારણોથી મોબાઈલના વપરાશમાં જેન્ડર ગેપ યથાવત છે.

X
Esha Ambani will make Geo a digital enthusiasm for women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી