મુંબઈ / એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે HDILના પ્રમોટર્સના 22 રૂમના બંગલાને સીઝ કર્યો

The Enforcement Directorate seized the 22-room bungalow of the HDIL promoter

  • 60 કરોડની જ્વેલરી, બિઝનેસ જેટ, 15 કાર અને  11.5 કરોડની એફડી પણ સીલ
  • એચડીઆઈએલની પ્રમોટર પીએમસી બેન્કના ગોટાળામાં આરોપી, ઈડી મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે 

Divyabhaskar.com

Oct 08, 2019, 06:24 PM IST

મુંબઈઃ પીએમસી બેન્ક ગોટાળામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)એ HDILના પ્રમોટરો રાકેશ અને સારંગ વાધવાનના ઠેકાણાઓ પર સોમવારે ફરી રેડ કરી છે. એજન્સીએ અલીબાગ તહસીલ સ્થિત 22 રૂમના બંગલાને સીઝ કર્યો છે. 60 કરોડ રૂપિયાની જ્વેલરી, એક બિઝનેસ જેટ, 15 કાર્સ, 1.5 કરોડ અને 10 કરોડ રૂપિયાની એફડીને પણ સીઝ કરવામાં આવી છે.

પીએમસી બેન્કે HDILને 6500 કરોડની લોન આપી છે

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ અલીબાગ વાળો બંગલો 2.5 એકરમાં ફેલાયેલો છે. આ કોઈ ફાઈવ સ્ટાર રિસોર્ટથી ઓછો નથી. તેમાં ક્લબ હાઉસથી લઈને રેસ્ટોરન્ટ સુધીની સુવિધા છે. જોકે તેની કિંમત જાણી શકાઈ નથી.

પીએમસી બેન્ક ગોટાળામાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. એચડીઆઈએલે પીએમસી બેન્કને 6,500 કરોડ રૂપિયાની લોન ચૂકવવાની છે. એનપીએ ઓછી બતાવવા અને એચડીઆઈએલ સહિત કેટલીક અન્ય કંપનીઓને નિયમોની વિરુદ્ધ લોન આપવાના નિયમોના કારણે આરબીઆઈએ ગત મહિને પીએમસી બેન્ક પર 6 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

પીએમસીની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં એચડીઆઈએલના પ્રમોટરના નામ પણ છે. તેના આધાર પર ઈડીએ ગત વર્ષે મની લોન્ડ્રિંગનો કેસ કર્યો હતો. રાકેશ અને સારંગ વાધવાન 9 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે. મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ ગત સપ્તાહે તેમની ધરપકડ કરી હતી.

X
The Enforcement Directorate seized the 22-room bungalow of the HDIL promoter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી