તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેસેન્જર વાહનોનું વેચાણ ઓક્ટોબરમાં 0.28% વધીને 2 લાખ 85 હજાર 27 યુનિટે પહોંચ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ઓક્ટોબરમાં 2 લાખ 84 હજાર 223 યુનિટ રહ્યું હતું
  • કારના કુલ વેચાણમાં ગત મહિને 6.34%નો ઘટાડો આવ્યો

નવી દિલ્હીઃ પેસેન્જર વાહનોનું ઘરેલુ વેચાણ ઓક્ટોબરમાં 0.28 ટકા વધીને 2 લાખ 85 હજાર 27 યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષે ઓક્ટોબરમાં 2 લાખ 84 હજાર 223 યુનિટ હતું. જોકે યુટિલિટી વાહનો, નાની કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોને  છોડીને તમામ કેટેગરીના વાહનોના વેચાણમાં ઘટાડો આવ્યો છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ(એસઆઈએએમ)એ સોમવારે ઓટો વેચાણના આંકડાઓ બહાર પાડ્યા છે. 
કારનું કુલ વેચાણ 6.34 ટકા ઘટીને 1 લાખ 73 હજાર 649 યુનિટ રહ્યું હતું. ઓક્ટોબર 2018માં 1 લાખ 85 હજાર 400 વાહન વેચાયા હતા. ગત મહિને મોટરસાયકલનું વેચાણ 15.88 ટકા ઘટીને 11 લાખ 16 હજાર 970 યુનિટ રહ્યું હતું. મોટરસાઈકલના કુલ વેચાણમાં 14.34 ટકા ઘટાડો આવ્યો હતો. તે ઓક્ટોબર 2018માં વેચાયા(20 લાખ 53 હજાર 497 યુનિટ)ની સરખામણી 17 લાખ 57 હજાર 264 યુનિટ રહ્યું હતું. કમર્શિયલ વ્હીકલના વેચાણમાં ગત મહિને 23.31 ટકાનો ઘટાડો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...