કરાર / અમદાવાદની દેવ IT ઉઝબેકિસ્તાનમાં સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ક્યુબેશન સેન્ટર અને કો-વર્કિંગ સ્પેસ બનાવશે

ઉઝબેકિસ્તાનના ડેલીગેશન સાથે દેવ ITના મેનેજીંગ ડિરેક્ટર જૈમીન શાહ તસવીરમાં નજરે પડે છે
ઉઝબેકિસ્તાનના ડેલીગેશન સાથે દેવ ITના મેનેજીંગ ડિરેક્ટર જૈમીન શાહ તસવીરમાં નજરે પડે છે

  • કંપની ભારત અને ઉઝબેકિસ્તાનના સ્ટાર્ટઅપ્સ વચ્ચે બ્રીજ-બિલ્ડીંગનું કામ કરશે
  • સંસાધનોની બચત કરતી ટેકનોલોજીઓ વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કરશે

Divyabhaskar.com

Nov 30, 2019, 05:51 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની દેવ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લીમીટેડ (દેવ આઈટી) ઉઝબેકિસ્તાનના સ્ટાર્ટઅપ્સ માટે સપોર્ટ સીસ્ટમ ઉભી કરવા અને તેઓને ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે જોડવા માટે ઉઝબેકિસ્તાનમાં ઇન્ક્યુબેશન સેન્ટર અને કો-વર્કિંગ સ્પેસ બનાવશે. આ માટે કંપનીએ ઉઝબેકિસ્તાનના ઇનોવેટિવ ડેવલપમેન્ટ મંત્રાલય અંતર્ગત કાર્યરત સેન્ટર ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજીસ (CAT) સાથે સમજૂતી કરાર (MoU) કર્યા છે. દેવ આઈટીના મેનેજીંગ ડિરેક્ટર જૈમીન શાહે જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ કાર્યરત થઇ જશે. આ જોડાણ ઉઝબેકિસ્તાનમાંથી ભારતની અને ભારતમાંથી ઉઝબેકિસ્તાનની મુલાકાત લેવા તથા બજારની તકો સમજવા ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ તેમજ SME માટે એક્સચેન્જ પ્લેટફોર્મ સ્થાપિત કરવામાં પણ ઉપયોગી પુરવાર થશે

વિજ્ઞાન અને ટેકનિકલ માહિતીનું આદાનપ્રદાન થશે
દેવ આઈટીની કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઇડ કંપની દેવ-X અને CAT સંયુક્તપણે સંશોધન કાર્યક્રમો, ખાસ કરીને, સ્ટાર્ટઅપ એક્સલરેટર ઇનોવેટર પ્રોગ્રામનો અમલ કરવા તેમજ જ્ઞાનકેન્દ્રિત અને સંસાધનોની બચત કરતી ટેકનોલોજીઓ વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ વિજ્ઞાન અને ટેકનિકલ માહિતી તથા પ્રાયોગિક ડિઝાઇન અને ટેકનોલોજીકલ કામગીરીનું આદાનપ્રદાન કરવા પણ કામ કરશે.

ઉઝબેકિસ્તાનમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવવાનો ઉદ્દેશ
જૈમીન શાહે જણાવ્યું કે, આ એમઓયુનો ઉદ્દેશ દેવ-X અને CAT વચ્ચે જ્ઞાન અને જાણકારી, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે આદાનપ્રદાન વધારવાનો છે. વળી બંને સંસ્થાઓ સંયુક્તપણે સંશોધન કાર્ય હાથ ધરવા અને આ ક્ષેત્રોમાં માનવજાતના વિકાસ માટેની કામગીરી કરવા સંબંધિત દેશોમાં ટેકનિકલ સંસ્થાઓ વચ્ચે જોડાણની સુવિધા આપશે.

X
ઉઝબેકિસ્તાનના ડેલીગેશન સાથે દેવ ITના મેનેજીંગ ડિરેક્ટર જૈમીન શાહ તસવીરમાં નજરે પડે છેઉઝબેકિસ્તાનના ડેલીગેશન સાથે દેવ ITના મેનેજીંગ ડિરેક્ટર જૈમીન શાહ તસવીરમાં નજરે પડે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી