ફોર્બ્સ / ડીમાર્ટના માલિક દામાણી દેશના બીજા ક્રમના સૌથી શ્રીમંત બન્યા, ત્રણ દિવસ પહેલા અદાણી, નાદર અને કોટક પછી પાંચમાં ક્રમે હતા

રાધાકૃષ્ણ દામાણી-ફાઇલ તસવીર.
રાધાકૃષ્ણ દામાણી-ફાઇલ તસવીર.

  • રાધાકૃષ્ણ દામાણીની સંપત્તિ 2017માં 16.4 હજાર કરોડ રૂપિયા હતી, હવે 1.27 લાખ કરોડ રૂપિયા થઈ
  • 1 હજાર કરોડ રૂપિયા માત્ર 3 દિવસમાં વધ્યા
  • 2002માં મુંબઈમાં પ્રથમ સ્ટોર ખોલ્યો, અત્યારે તેમના 200 સ્ટોર છે

Divyabhaskar.com

Feb 15, 2020, 03:47 AM IST
મુંબઈ: એવન્યુ સુપર માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી દેશના બીજા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ નેટવર્થ યાદી મુજબ શુક્રવારે દામાણીની સંપત્તિ 1.27 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. બુધવારે જ દામાણી પાંચમાં ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા હતા. ડીમાર્ટની ચેઈન ચલાવનાર તેમની કંપની એવન્યુ સુપર માર્કેટમાં તેમના પરિવારનો હિસ્સો 80 ટકા છે. 5 ફેબ્રુઆરીએ તેમણે શેરહોલ્ડિંગ ઘટાડીને 77.27 ટકા કરવાની જાહેરાત કરી હતી. આને કારણે શુક્રવારે કંપનીના શેરનો ભાવ માત્ર અડધો ટકો ઉછળ્યો હતો પરંતુ બીજી ઘણી કંપનીઓમાં તેમના શેરની વેલ્યુ વધતાં તેમની અંગત સંપત્તિમાં રૂ. 800 કરોડનો વધારો થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં તેમના શેરની કિંમત 10 હજાર કરોડ રૂપિયા સુધી વધી છે. જોકે બીજા નંબરે પહોંચેલા દામાણીને આગળ જવા બહુ લાંબી મજલ કાપવી પડશે. કારણ કે એશિયા અને દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી પાસે દામાણીથી ત્રણ ગણી એટલે કે 4.13 લાખ કરોડની સંપત્તિ છે.
રૂ.1 લાખનું રોકાણ 3 વર્ષમાં 8.31 લાખ
એવન્યુ સુપર માર્કેટ 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થઈ હતી. ત્યારે કંપનીની કુલ મૂડી 40 હજાર કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં તેના શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે. એ હિસાબે 3 વર્ષ અગાઉ આ કંપનીમાં જેમણે રૂ.1 લાખનું રોકાણ કર્યું હોય તો તેની કિંમત આજે 8.31 લાખ રૂપિયા થઈ જાય.
ઇન્વેસ્ટમેન્ટ ગુરુ રાકેશ ઝુનઝુનવાલાના મેન્ટર દામાણીએ 2002માં પ્રથમ સ્ટોર ખોલ્યો હતો
રિટેલ બજારમાં ઉતરતા પહેલા દામાણીની ઓળખ શેરબજારના દિગ્ગજ રોકાણકાર તરીકે હતી
મીડિયાથી દૂર રહેનારા 65 વર્ષીય દામાણી 2002માં રિટેલ બિઝનેસમાં પ્રવેશ્યા. મુંબઈમાં પ્રથમ સ્ટોર ખોલ્યો, અત્યારે તેમના 200 સ્ટોર છે. 1.5 લાખ કરોડનું માર્કેટ કેપ છે. રિટેલ બજારમાં ઉતરતા પહેલા દામાણીની ઓળખ શેરબજારના દિગ્ગજ રોકાણકાર તરીકે હતી. આજે પણ છે. પરંતુ શરૂઆતથી તેઓ લો પ્રોફાઈલ રહે છે. ભારતના હાલના સમયના વોરંટ બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાના મેન્ટર પણ દામાણી જ છે. તેઓ અલગ-અલગ ક્ષેત્રની કંપનીઓમાં મોટા શેરહોલ્ડર છે. તેમાં ઇન્ડિયા સિમેન્ટ, વીએસટી ઇન્ડ. બ્લુડાર્ટ, સિનેપ્લેક્સ તથા કેટલીક તમાકુ કંપનીઓનો સમાવેશ થાય છે. હકીકતમાં તેમના પિતા પણ શેરબ્રોકર હતા. આથી બાળપણથી જ શેરબજારની બારીકી શીખવા લાગ્યા હતા. દાયકાઓ સુધી શેરબજારમાં રોકાણ કરતા રહ્યા અને છેવટે 2017માં એવન્યુ સુપર માર્કેટમાં લાવ્યા. 2017માં લિસ્ટિંગ સમયે તેમની સંપત્તિ 16.4 હજાર કરોડ રૂપિયા હતી.
ભારતના ઉદ્યાગપતિઓ અને તેમની સંપત્તિ
  • મુકેશ અંબાણી: 4.13 લાખ કરોડ રૂપિયા
  • ગૌતમ અદાણી: 1.11 લાખ કરોડ રૂપિયા
  • ઉદય કોટક: 1.06 લાખ કરોડ રૂપિયા
  • શિવ નાદર: 1.04 લાખ કરોડ રૂપિયા
X
રાધાકૃષ્ણ દામાણી-ફાઇલ તસવીર.રાધાકૃષ્ણ દામાણી-ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી