તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1) 2020ના હાઈથી સેન્સેક્સ 22.46% ઘટી ગયો
આ વર્ષે 41,349.36ના સ્તરે ખૂલેલું માર્કેટ વધીને 42,273.87ના સ્તરે પહોચી ગયું હતું. આ તબક્કે બજારમાં એવો માહોલ બન્યો હતો કે સેન્સેક્સ 45,000 થઇ જશે. જોકે બાદમાં કોરોના વાયરસની અસર ચીનની બહાર અન્ય દેશોમાં પણ આવતા માર્ચ મહિનામાં મંદીએ વેગ પકડ્યો હતો અને આજે એક જ દિવસમાં સેન્સેક્સ 2919.26 પોઈન્ટ્સ ઘટીને 32,778.14ના લેવલે આવી ગયો હતો. આ રીતે 2020ના હાઈથી સેન્સેક્સ 22.46% જેટલો ઘટી ગયો હતો.
સેન્સેકસનું હાલનું જે સ્તર છે તે છેલ્લે 2018માં જોવા મળ્યું હતું. અગાઉ 2018માં તે 32483.84ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો અને ત્યાર બાદ બજાર આટલું નીચું ક્યારે ય પણ નથી આવ્યું. આ જ વર્ષમાં સેન્સેક્સે 38,989.65 પોઈન્ટની ઉપલી સપાટી બનાવી હતી.
સેન્સેક્સનું લેવલ 2017ની શરૂઆતમાં 26711.15 પર ખુલ્યું હતું જે વધીને 34137.97 થયા બાદ 34056.83 પર બંધ આવ્યું હતું. આ રીતે 2017માં 7346 પોઈન્ટ્સની તેજી આવી હતી. તેની સામે ચાલુ વર્ષ 2020માં સેન્સેક્સ 41349.36ના સ્તરે ખુલ્યો હતો જે વધીને 42273.87ની સપાટીએ પહોચી ગયો હતો. જોકે બાદમાં સેન્ટિમેન્ટ બદલાતા માત્ર 2 મહિના અને 12 દિવસમાં જ સેન્સેક્સ વર્ષના ઓપનીંગથી 8571 પોઈન્ટ ગગડીને 32778.14ના સ્તરે આવી ગયો હતો.
વૈશ્વિક બજારો 2008ની સબ-પ્રાઈમ કટોકટી બાદ કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારીની વિટક પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે. એક બાજુ કોરોના વાઈરસની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે બીજી બાજુ રશિયા-ઓપેક દેશ વચ્ચે પ્રાઈઝ વોર છેડાયું છે જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડની કિંમતોમાં પ્રતિ બેરલ 30 ડોલર નજીક પહોંચી ગઈ છે. વર્ષ 1991ના ખાડી યુદ્ધ બાદ ક્રુડના ભાવોમાં ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો છે. WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરતા ભાવો પ્રતિ બેરલ 31 ડોલર થઈ ગયા છે.
વર્ષ 2008માં વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી સબપ્રાઈમ કટોકટીના વર્ષ ક્રુડ ઓઈલમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકાની લેહમેન બ્રધર્સ સહિતની દિગ્ગજ કંપનીઓએ નાદારી જાહેર કરતા સબપ્રાઈમની કટોકટીને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ આવ્યો હતો. આ સંજોગોમાં ક્રુડના ભાવ વર્ષ 2008માં 145 ડોલરની વિક્રમી સપાટીથી ઘટીને 30.28 ડોલરની સપાટીએ પહોંચી ગયા હતા. ક્રુડ ઓઈલના ઈતિહાસમાં આટલી મોટી રેન્જમાં ક્રુડના ભાવોમાં આ સૌથી મોટી અફરા તફરી હતી.
વર્ષ 2008માં 30 ડોલરની ન્યુનત્તમ સપાટી બનાવ્યા બાદ ત્યારપછીના ત્રણ વર્ષમાં ક્રુડના ભાવ 100 ડોલરને પાર થઈ ગયા હતા. વર્ષ 2011માં 113.39 ડોલર ઘટીને 75.40 ડોલર, વર્ષ 2012માં ઉંચામાં 109.39 ડોલર નીચમાં 77.72 ડોલર, વર્ષ 2013માં ઉંચામાં 110.62 ડોલર અને નીચામાં 86.6.65 ડોલર, વર્ષ 2014 વર્ષમાં ઉંચામાં 107.95 ડોલર અને નીચામાં 53.45 ડોલર થયા હતા.
ક્રુડ ઓઈલના ભાવોમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે વર્ષ 2014 બાદ ક્રુડના ભાવ 100 ડોલરને પાર થયા હતા. વર્તમાન સમયમાં ક્રુડના ભાવ વર્ષ 2008ની સબપ્રાઈમ કટોકટી બાદની સૌથી નીચી સપાટી પર કામકાજ કરી રહ્યા છે. ડબલ્યુટીઆઈ ક્રુડ પ્રતિ બેરલ 31 ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ 33.45 ડોલર પર કામકાજ ધરાવે છે.
વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસના ફેલાવાને લીધે અર્થતંત્રમાં ઉદભવેલી અફરા તફરીને લીધે વર્ષ 2020માં અત્યાર સુધીમાં યુએસ ડોલર સામે રૂપિયા મૂલ્યમાં ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2020ના જાન્યુઆરીમાં 70.687, ફેબ્રુઆરીમાં 71.090 બોલાયા બાદ માર્ચ મહિનામાં આજે ઐતિહાસિક 74.345 થયો છે. યુએસ ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર છે.
યુએસ ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થયું છે. સરકાર મનમોહનની હોય કે નરેન્દ્ર મોદીને પણ રૂપિયાના મૂલ્યમાં થતા ધોવાણને કોઈ જ ખાળી શક્યા નથી. છેલ્લા સાત વર્ષ એટલે કે વર્ષ 2013થી અત્યાર સુધી 12,માર્ચ 2020 સુધીમાં રૂપિયો 53.90 થી 72.026 થઈ ગયો છે. એટલે કે છેલ્લા સાત વર્ષ યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આશરે 21 રૂપિયા ગગડ્યું છે.
વિશ્વમાં ભારત સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ભારત તેની કુલ વપરાશ પૈકી મોટાભાગના સોનાની આયાત પર આધાર રાખે છે. ભારતીય શેરબજારમાં સોનાના ભાવ રૂપિયા 45000ને પાર થઈ ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવ રૂ. 26,343થી 45,000ની રેન્જ જોવા મળી. વર્ષ 2016માં રૂા.28,623, વર્ષ 2017માં 29,667, વર્ષ 2018માં 31,438 અને વર્ષ 2019માં રૂપિયા 35,220 નોંધાયા હતા. વર્ષ 2019ની આ નીચી સપાટીથી અત્યાર સુધીમાં સોનાના ભાવ વધીને રૂપિયા 45,000 થઈ ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2001માં સોનાના ઔંસ દીઠ ભાવ 276.50 ડોલર હતો, જે વર્ષ 2008માં સબપ્રાઈમ કટોકટી સમયે લગભગ ત્રણ ગણા ઉછળી 870 ડોલર થયા હતા. 20,ફેબ્રુઆરી,2009ના રોજ સોનાએ 1,000 ડોલરની સપાટી કુદાવી હતી. ત્યારબાદ વર્ષ 2010માં 1,405 ડોલર અને વર્ષ 2011માં 1531 ડોલર, 2017માં 1291 ડોલર અને વર્ષ 2019માં 1,514.75 ડોલર ક્વોટ થયા હતા. વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ 1,610 ડોલર છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.