તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ceremony Auction Closed, Supply Of Vegetables Will Not Be Affected In Most Marketing Yards In Gujarat From Sunday To April 2

ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં રવિવારથી 2 એપ્રિલ સુધી અનાજની હરાજી બંધ, શાકભાજીની સપ્લાય ને કોઈ અસર નહીં થાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપીએમસી - Divya Bhaskar
એપીએમસી
  • દરેક યાર્ડમાં શાકભાજીનું ખરીદ અને વેચાણ ચાલુ રહેશે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પગલાં લેવાઇ રહ્યાં છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં અનાજની હરાજી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જીરા, ધાણા, વરિયાળી અને ઈસબગુલ માટેની સૌથી મોટી ઊંઝા સહિત ઉત્તર ગુજરાતની બજારોમાં રવિવારને 22 માર્ચથી લઈને 2 એપ્રિલ સુધી અનાજની હરાજી અને ખરીદ વેચાણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ સૌથી મોટી માર્કેટો રાજકોટ અને ગોંડલમાં આગામી 25 માર્ચથી 2 એપ્રિલ સુધી અનાજની હરાજી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

શાકભાજીના પુરવઠાને કોઈ અસર નહીં થાય
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી ડી કે સખિયા એ જણાવ્યું હતું કે, શાકભાજી એ જીવન જરૂીયાતની ચીજ હોઈ તેનું ખરીદ વેચાણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે. માર્કેટો બંધ રહેશે તેની કોઈ અસર શાકભાજીના પુરવઠાને થશે નહીં.

ખેડૂતોને અનાજ લઈને ના આવવા સૂચના અપાઇ
માર્કેટો બંધ રાખવા નિર્ણય લેવાયો હોઈ યાર્ડમાં સત્તાવાળાઓ તેમજ વિવિધ વેપારી સંગઠનો દ્વારા ખેડૂતોને અનાજ લઈને ના આવવા માટે મૌખિક તેમજ બજારના નોટિસ બોર્ડ ઉપર સૂચના લખી જાણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...