એમેઝોન / CEO જેફ બેઝોસે 7100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરીને કોઇ ઉપકાર નથી કર્યો: પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ

  • મંત્રી ગોયલે કહ્યું- ઈ-કોમર્સ કંપનીઓને નિયમોનું પાલન કરવું પડશે
  • ગોયલે એમેઝોનના 7000 કરોડ રૂપિયાની ખોટ પર પણ સવાલ ઉઠાવ્યા, કહ્યું- આટલું નુકસાન ભોગવવાનું કારણ?
  • ત્રણ દિવસના ભારત પ્રવાસે આવેલા બેઝોસે બુધવારે રોકાણની જાહેરાત કરી હતી

Divyabhaskar.com

Jan 16, 2020, 09:26 PM IST

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરૂવારે કહ્યું કે એમેઝોનના CEO જેફ બેઝોસે ભારતમાં એક અરબ ડોલર (7100 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરીને કોઇ ઉપકાર નથી કર્યો. ગોયલે ભારતીય વેપારમાં એમેઝોનની ખોટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોઇ કંપની આટલું નુકસાન કેવી રીતે ઉઠાવી શકે છે. ગોયલે રાયસીના ડાયલોગમાં આ ચર્ચા કરી. એમેઝોને 2018-19માં 7000 કરોડ રૂપિયાની ખોટ હોવાની જાણકારી આપી હતી.
બેઝોસની કોઇ મંત્રી અથવા અધિકારીથી મુલાકાત થઇ નહીં
ત્રણ દિવસના ભારતના પ્રવાસે આવેલા બેઝોસે બુધવારે કહ્યું હતું કે દેશના નાના અને મધ્યમ કદના વેપારને ડિજિટાઇઝ કરવા માટે 7100 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ત્રણ દિવસમાં બેઝોસની કોઇ સરકારી અધિકારી અથવા મંત્રી સાથે મુલાકાત થવાની જાણકારી નથી. ન્યૂઝ એજન્સી પ્રમાણે બેઝોસે પ્રધાનમંત્રીને મળવા માટે પણ સમય માગ્યો હતો.
'ઈ-કોમર્સ કંપનીઓ મલ્ટી બ્રાન્ડ રિટેલમાં બેકડોર એન્ટ્રીની સંભાવનાઓ ન શોધે'
ગોયલનું કહેવું હતું કે એમેઝોને છેલ્લા અમુક વર્ષોમાં વેરહાઉસમાં રોકાણ કર્યું, જેનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ કંપની ઇ-કોમર્સ માર્કેટ પ્લેસમાં થઇ રહેલી ખોટના કારણે પૈસા લગાવી રહી હોય તો શું મતલબ ? ઈ કોમર્સ કંપનીઓને નિયમોનું પાલન કરવું પડશે. તેમને મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં બેકડોર એન્ટ્રીની શક્યતા ન શોધવી જોઇએ. દેશના મલ્ટીબ્રાન્ડ રિટેલ સેક્ટરમાં 49 ટકાથી વધુ FDIની પરવાનગી નથી. વાણિજ્ય મંત્રીએ કહ્યું-એક કંપની જે તેમના ઇ કોમર્સ માર્કેટ પ્લેસ દ્વારા ખરીદનાર અને વિક્રેતાને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે, તે આટલી ખોટ ઉપાડી રહી છે. વેપારના નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના આ કેવી રીતે બની શકે છે? તેના પર વિચાર કરવાની જરૂરત છે. આ વાસ્તવિક સવાલ છે, મને ભરોસો છે કે આવા મામલાઓને જોતી ઓથોરિટી જવાબ શોધશે.

એમેઝોન, ફ્લિપકાર્ટ વિરુદ્ધ તપાસ ચાલુ
ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે (CCI) સોમવારે એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. આ કંપનીઓ પર અમુક વિક્રેતાઓને પ્રાધન્ય આપીને પ્રતિસ્પર્ધા કાયદાના ઉલ્લંઘનના આરોપ છે. દિલ્હી વેપાર મહાસંઘે CCIને ફરિયાદ કરી હતી.

X
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી